બાંગ્લાદેશ સામેની સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી બીસીસીઆઈ એ..
બાંગ્લાદેશના સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે આવતા અઠવાડિયે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. 19 સપ્ટેમ્બરથી આ ટેસ્ટ સીરીઝની શરૂઆત થઈ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આવતા અઠવાડિયાથી આ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ અનુસાર 19 સપ્ટેમ્બરથી આ બે મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત થવાની છે. પહેલી મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
આવતા અઠવાડિયે થઈ શકે છે ભારતીય ટીમની જાહેરાત
ટીમ ઈન્ડિયાની સંભવિત જાહેરાતને લઈને રિપોર્ટ સામે આવ્યો છે કે ભારતીય ટીમની જાહેરાત આવતા અઠવાડિયે સંભવીત છે. જોકે કોઈ તારીખ નથી જણાવવામાં આવી. ભારતીય ટીમનું સિલેક્શન મેંસ સીનિયર સિલેક્શન કમિટી આવતા અઠવાડિયે કરી શકે છે.
સલિલ અંકોલાની જગ્યા પર અજય રાત્રાને સિલેક્શન સમિતિમાં જગ્યા મળી છે. જે પહેલી વખત ટીમનું સિલેક્શન કરનાર સમિતિનો ભાગ હશે. આવતા અઠવાડિયે ટીમની જાહેરાત થવા પાછળ એક કારણ છે.
હકીકતે ભારતના ઘણા ખેલાડીય દલીપ ટ્રોફી 2024માં ભાગ લેવાના છે. જેની શરૂઆત 5 સપ્ટેમ્બરથી થવાની છે. બે મેચ એક સાથે રમાશે. ટીમ એ અને ટીમ બીની વચ્ચે પહેલા મેચ રમાશે. જ્યારે આજ દિવસથી ટીમ બી અને ટીમ સીની વચ્ચે બીજી મેચની શરૂઆત થશે. ભારતના ઘણા ખેલાડી તેમાં રમશે અને તેમના પ્રદર્શનના આધાર પર ટીમ સિલેક્શન થશે.
બન્ને મેચ રવિવારે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે તો એવામાં આશા રાખવામાં આવી રહી છે કે રવિવારની રાત્રે કે સોમવાર કે મંગળવારે ટીમની જાહેરાત થઈ શકે છે. અજીત અગારકરની આગેવાની વાળી સિલેક્શન કમિટી પણ આ મેચોને જોવા માટે પહોંચી શકે છે.