BCCI એ સિલેક્શન સમિતિ મા કર્યો મોટો બદલાવ આ ખેલાડી ને મળી મોટી જવાબદારી..
BCCI દ્વારા અજય રાત્રાને પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સમિતિમાં તે સલિલ અંકોલાની જગ્યા લેશે.
BCCI દ્વારા અજય રાત્રાને પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના સભ્ય તરીકે નિમણૂક આપવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સમિતિમાં તે સલિલ અંકોલાની જગ્યા લેશે.
સદી ફટકારી ચર્ચામાં આવ્યો હતો
આ ક્રિકેટરઅજય રાત્રા ભારત માટે 6 ટેસ્ટ મેચ અને 12 વનડે મેચ રમી ચૂક્યા છે. તેના નામે વેસ્ટઇન્ડીઝ સામે એક સદી પણ નોંધાયેલી છે. અજય રાત્રાએ વેસ્ટઇન્ડીઝ સામે એન્ટિગા ટેસ્ટ મેચમાં 115 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાત્રાના કરિયરની આ એક માત્ર યાદગાર ઇનિંગ રહી. તે પોતાના કરિયરની બાકીની 9 ઇનિંગમાં એકપણ વાર 20 રન પણ બનાવી શક્યા નથી.
એન્ટિગા ટેસ્ટમાં બોલિંગ કરી
અજય રાત્રાએ વેસ્ટઇન્ડીઝ સામે એન્ટિગા ટેસ્ટ મેચમાં વિકેટકીપિંગ કરવાની સાથે સાથે બોલિંગ પણ કરી હતી. આ મેચમાં ભારત તરફથી તમામ 11 ખેલાડીઓએ બોલિંગ કરી હતી.
ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં કામ કર્યું
અજય રાત્રાએ ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી કોચિંગમાં કરિયર બનાવ્યું. તે આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના હેડ કોચ રહી ચૂક્યા છે. અજય રાત્રા 2023માં દક્ષિણ આફ્રિકા પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં પણ કોચિંગ સ્ટાફ તરીકે સામેલ હતા.