ટીમ ઇન્ડિયામાં સૌથી વધુ 0 ના શર્મજનક રેકોર્ડ કોના નામે છે જાણીને ચોકી જશો..
ક્રિકેટ જગતમાં કોઈ ખેલાડી સદી ફટકારે તો, તે બેટ્સમેન માટે સૌથી યાદગાર પળ હોય છે. જ્યારે શૂન્ય પર આઉટ થવું સૌથી શરમજનક પળ હોય છે. મોટાભાગના બેટ્સમેન એટલા માટે જ ખાતુ ખોલવા માટે મોટો શોટ રમતા નથી. આમ તો સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ એક એવા ક્રિકેટરના નામે નોંધાયેલી છે જે પોતાની બોલિંગ માટે જાણીતો છે. પરંતુ આ લિસ્ટમાં વિરાટ કોહલી જેવા દિગ્ગજ બેટ્સમેનના નામ પણ સામેલ છે. આવો આજે જાણીએ કે, રોહિત શર્મા, સચિન તેંડુલકર, એમએસ ધોની અને વીરેન્દ્ર સહેવાગ જેવા ભારતીય સુપરસ્ટાર આ યાદીમાં કયા સ્થાને છે?
ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મળીને સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થવાનો વર્લ્ડ રેકોર્ડ મુથૈયા મુરલીધરનનું નામ છે. શ્રીલંકાના આ દિગ્ગજ 495 મેચમાં 59 વાર ખાતુ ખોલાવી શક્યો નથી. ઓવરઓલ રેકોર્ડની યાદીમાં કર્ટની વોલ્શ (54) બીજા અને સનથ જયસૂર્યા (53) ત્રીજા નંબરે છે.
ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધુ વાર ખાતુ ન ખોલાવી શકનાર ક્રિકેટરમાં ઝહીર ખાનનું નામ આવે છે. ઝહીર ખાને ત્રણેય ફોર્મેટમાં 309 મેચ રમી છે. તેમાંથી તે 44 વાર શૂન્ય પર આઉટ થયા. ઈશાંત શર્મા (40) આ યાદીમાં બીજા ભારતીય છે. ઝહીર ખાન 10માં, ઈશાંત 16માં નંબરે છે.
સૌથી ચોંકાવનારો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. જે ભારતીય બેટ્સમેનના નામે 80 ઇન્ટરનેશનલ સદી છે, તે 37 વખત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો છે. આખી દુનિયામાં 20 એવા બેટ્સમેન છે, જે કોહલીથી વધુ વાર શૂન્ય પર આઉટ થયા છે. હરભજન સિંહ આ મામલે વિરાટ કોહલીની બરાબર છે. બંને 37-37 વાર ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા છે.
સચિન તેંડુલકરના નામે 100 સદીનો વર્લ્ડ રેકોર્ડ છે. સચિન શૂન્ય પર આઉટ થવાના મામલે પણ પાછળ નથી. તે 664 મેચની કરિયરમાં 34 વાર શૂન્ય પર આઉટ થયા છે. વિરાટ કોહલી 533 મેચોમાં જ 37 વાર શૂન્ય પર વિકેટ ગુમાવી ચૂક્યો છે.
રોહિત શર્માએ અત્યાર સુધીમાં 483 ઇન્ટરનેશનલ મેચ રમી છે અને તેમાંથી 33માં તે ખાતુ ખોલાવી શક્યો નથી. ભારતીય બેટ્સમેનમાં સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થવા મામલે રોહિત શર્મા 7માં નંબરે આવે છે. ઓવરઓલ લિસ્ટની વાત કરીએ તો રોહિત શર્મા 38માં નંબરે છે.
ભારતના દિગ્ગજ બેટ્સમેનમાં સામેલ વીરેન્દ્ર સહેવાગ 374 મેચમાં 31 વાર શૂન્ય પર આઉટ થયા છે. કપિલ દેવ અને સૌરવ ગાંગુલી 29-29 મેચમાં ખાતુ ખોલાવી શક્યા નથી. કપિલ દેવે 356 મેચ અને ગાંગુલીએ 424 મેચ રમી છે. યુવરાજ સિંહ (26) અને સુરેશ રૈના પણ દુનિયામાં એવા બેટ્સમેનોમાં સામેલ છે જે 25થી વધુ વાર ખાતુ ખોલાવી શક્યા નથી.
એમએસ ધોની શૂન્ય પર આઉટ થવા મામલે અન્ય દિગ્ગજો કરતા સારી સ્થિતિમાં છે. ભારતને 3 આઈસીસી ટ્રોફી જિતાડનાર એમએસ ધોનીએ 538 મેચ રમી છે અને તેમાંથી માત્ર 21 વાર ખાતુ ખોલાવી શક્યો નથી.