દુલિપ ટ્રોફીમાં આ ખેલાડી દ્વારા અક્ષર પટેલ નો સુપરમેનની જેમ બાઉન્ડ્રી પરથી પકડ્યો કેચ કે વીડિયો થયો વાયરલ..
દુલીપ ટ્રોફીમાં અક્ષર પટેલ અંગત 85 પ્લસ સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, એક બોલને તેણે સ્ટેડિયમની બહાર નાખી દેવા માટે શોટ માર્યો હતો પરંતુ બાઉન્ડ્રી પર માનવ સુથારે શાનદાર કેચ કર્યો હતો.
દુલિપ ટ્રોફીમાં ધુરંધર ક્રિકેટર્સ કેવી કમાલ કરી રહ્યા છે તેના પર સૌ કોઈની નજર છે ત્યારે જે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય બની શકે છે તેમના પ્રદર્શનને પણ ધ્યાને લેવામાં આવી રહ્યું છે, આવામાં ગુરુવારે ટીમ D અને C વચ્ચે રમાયેલી મેચમાં અક્ષર પટેલની બેટિંગે સૌ કોઈને આશ્ચર્યમાં મૂક્યા હતા. અક્ષર 86 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે છગ્ગો મારવાની કોશિશ નિષ્ફળ રહી હતી. જેમાં માનવ સુથારે બાઉન્ડ્રી પર સુપરમેન અવતારમાં શાનદાર કેચ પકડ્યો હતો.
દુલિપ ટ્રોફીમાં એક સમયે ભારત સી સામે બે વિકેટ ગુમાવીને ખરાબ શરુઆત થયા બાદ અક્ષર પટેલે 86 રનની ઈનિંગ્સ રમીને ટીમને કમબેક કરાવ્યું હતું. ભારત સીના ફાસ્ટ બોલર અંશુલ કંબોજે (2/47) અને મુરલી વિજયકુમાર વ્યશાંક (3/19)એ પીચનો ફાયદો ઉઠાવીને ડી ટીમને ધરાશાયી કરી દીધી હતી. ટીમે 48રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિમાં સાતમા નંબરે બેટિંગ માટે ઉતરેલા અક્ષરે 118 બોલમાં 86 રનનું યોગદાન આપ્યું હતું. જેના કારણે ટીમ 48.3 ઓવરમાં 164 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
અક્ષર પટેલ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ અંતમાં ચોગ્ગા-છગ્ગાથી રન બનાવવાનું તેણે મન બનાવી લીધું હતું. જેમાં તે જ્યારે 117 બોલ રમીને 86 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક આકાશી શોટ રમ્યો હતો અને આ બોલ બાઉન્ડ્રીની પાર જાય તે પહેલા માનવ સુથારે બાઉન્ડ્રી લાઈન પાસે શાનદાર સુપરમેન કેચ પકડ્યો હતો.
મેચનો પહેલો દિવસ સ્ટમ્પ થાય ત્યાં સુધીમાં ભારત સી ટીમે ચાર વિકેટ ગુમાવીને 91 રન બનાવી લીધા હતા, જ્યારે તે ભારત ડી ટીમથી 73 રન પાછળ હતી. પહેલી 10 ઓવરમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ બે અને અક્ષરે આર્યન અને રજત પાટીદારની વિકેટ ઝડપીને ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો હતો.
.