બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે એક જ જગ્યા માટે ત્રણ બેટ્સમેન છે તૈયાર જાણો કોની થશે એન્ટ્રી અને કોનુ પત્તુ કપાશે..

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ એવા ખેલાડીઓમાં સામેલ છે જેના પર ચાહકોનું સૌથી વધુ ધ્યાન, મેનેજમેન્ટે તેને દુલીપ ટ્રોફીમાં માત્ર લાલ બોલ સામે તેનું પ્રદર્શન જોવા માટે તક આપી.

ભારતીય ક્રિકેટ ટીમે આગામી શ્રેણી બાંગ્લાદેશ સામે રમવાની છે. ટીમ ઈન્ડિયાની પસંદગી 19 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે રમાનારી બે ટેસ્ટ માટે થવાની છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ એવા ખેલાડીઓમાં સામેલ છે જેના પર ચાહકોનું સૌથી વધુ ધ્યાન છે. રિષભ પંત લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી. મેનેજમેન્ટે તેને દુલીપ ટ્રોફીમાં માત્ર લાલ બોલ સામે તેનું પ્રદર્શન જોવા માટે તક આપી છે. આ મેચ ગુરુવારથી બેંગલુરુમાં શરૂ થઈ રહી છે.

મહત્વનું છે કે, છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર 2022માં રમાઈ હતી. રિષભ પંતે તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. અકસ્માતની ઈજામાંથી સાજા થયા બાદ તે ટીમમાં પાછો ફર્યો હતો, પરંતુ ટેસ્ટ રમ્યો નહોતો. પસંદગીકારો એ જોવા માંગે છે કે પંત લાંબા સમય સુધી વિકેટ કીપિંગ કરવામાં સક્ષમ છે કે કેમ ? જોકે હવે આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે, પસંદગીકારોના મનમાં પંત સિવાય અન્ય વિકલ્પો છે. વિકલ્પોમાં પહેલું નામ ધ્રુવ જુરેલનું છે, જેણે ઈંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે એક ઇશાન કિશન પણ છે જ ટીમ ડી તરફથી રમશે. પસંદગીકારો આના પર પણ નજર રાખી રહ્યા છે.

દુલીપ ટ્રોફી:

આ બે ટીમો વચ્ચે સ્પર્ધા

ઈન્ડિયા A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાયન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટમાં), કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશદીપ, પ્રસીદ ક્રિષ્ના, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદ્વત કવેરપ્પા, કુમાર કુશાગ્ર, શાશ્વત રાવત.

ઈન્ડિયા B: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *