વિરાટ કોહલીની એક વર્ષમાં 800 કરોડ થી વધુ ની કમાણી જાણો કમાણીમાં કોણ છે નંબર વન પર..

વિરાટ પાસે આવકના ઘણા સ્ત્રોત છે. તે હજુ પણ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ટોપ ગ્રેડમાં સામેલ છે, જ્યાં તેને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. પછી તેઓ આખા વર્ષ દરમિયાન ટેસ્ટ, ODI અને T20 મેચ રમવા માટે અલગ-અલગ ફી પણ મેળવે છે.

વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટ વિશ્વમાં સૌથી વધુ નેટવર્થ ધરાવનાર ખેલાડી છે.. એક રિપોર્ટ અનુસાર, કોહલીની છેલ્લા 12 મહિનાની આવક 847 કરોડ રૂપિયા રહી છે. તેમ છતાં, તે સૌથી વધુ કમાણી મામલે 9મા નંબરે છે. . આ લિસ્ટમાં ટોપ પર પોર્ટુગલનો સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેની કમાણી 2081 કરોડ રૂપિયા છે..

કોહલી ક્યાંથી કમાય છે?

વિરાટ પાસે આવકના ઘણા સ્ત્રોત છે. તે હજુ પણ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ટોપ ગ્રેડમાં સામેલ છે, જ્યાં તેને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. પછી તેઓ આખા વર્ષ દરમિયાન ટેસ્ટ, ODI અને T20 મેચ રમવા માટે અલગ-અલગ ફી પણ મેળવે છે અને તેમાંથી પણ તેઓ લગભગ 1-1.5 કરોડ રૂપિયા કમાય છે. આ સિવાય IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કોહલીને દરેક સિઝનમાં 15 કરોડ રૂપિયા આપે છે. ક્રિકેટ ક્ષેત્રની આ આવક પછી, તેની વાસ્તવિક આવક વિવિધ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી આવે છે, જેમાં MRF, Puma, Audi, HSBC, અમેરિકન ટુરિસ્ટર, ફિલિપ્સ અને ડઝનેક દેશી અને વિદેશી કંપનીઓનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં, કોહલી પોતે ડિજીટ ઈન્ડિયા, વન એટ કોમ્યુન, રોંગ સહિતની ઘણી કંપનીઓના માલિક કે શેરહોલ્ડર છે. તાજેતરમાં એવું પણ બહાર આવ્યું હતું કે કોહલીએ ગયા નાણાકીય વર્ષમાં કુલ રૂ. 66 કરોડનો આવકવેરો ચૂકવ્યો હતો, જે ભારતના કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે. સૌથી મહત્વની વાત એ છે કે 35 વર્ષની ઉંમરે અને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયા બાદ પણ કોહલીની કમાણી અને બ્રાન્ડ વેલ્યુમાં કોઈ ઘટાડો થયો નથી. જ્યાં સુધી ક્રિકેટ એક્શનનો સવાલ છે, સ્ટાર બેટ્સમેન 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાંથી પરત ફરશે.

ટોચના 10 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલ) – 2081

કરોડજોન રોડ્રિગ્ઝ (ગોલ્ફ) – 1712 કરોડ

લિયોનેલ મેસ્સી (ફૂટબોલ)- 1074 કરોડ

લેબ્રોન જેમ્સ (બાસ્કેટબોલ) – 990 કરોડ

કાયલિયન એમબાપ્પે (ફૂટબોલ) – 881કરોડ

જિઆનીસ એન્ટેટોકોનમ્પો (બાસ્કેટબોલ) – 873 કરોડ

નેમાર જુનિયર (ફૂટબોલ)- 864 કરોડ

કરીમ બેન્ઝેમા (ફૂટબોલ) – 864 કરોડ

વિરાટ કોહલી (ક્રિકેટ) – 847 કરોડ

સ્ટીફન કરી (બાસ્કેટબોલ) – 831 કરોડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *