19 સપ્ટેમ્બર થી શરૂ થનાર ભારત અને બાંગ્લાદેશ સીરીઝ મા કોને મળશે ટીમ ઇન્ડિયામાં સ્થાન અને કોનો પત્તુ કપાશે જાણી લો અત્યારથી જ..
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ સીરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર જોઈ શકશો. તો વળી ઓટીટીના માધ્યમથી મેચ જોવા માટે તમારે સોની લિવ એપ ડાઉનલોડ કરવી પડશે.
ભારત અને બાંગ્લાદેશ (India vs Bangladesh)ની વચ્ચે ટેસ્ટ સીરીઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. આ બંને ટીમો તેના માટે તૈયાર છે. ભારતીય પ્રવાસ પર બાંગ્લાદેશની ટીમ 2 ટેસ્ટ અને 3 ટી20 મેચો રમશે. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં રમાશે. આ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાશે. આવો જાણીએ આ સીરીઝની મેચોની લાઈવ સ્ટ્રીમિંગ તમે ક્યાં જોઈ શકશો.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ સીરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ તમે સ્પોર્ટ્સ 18 ચેનલ પર જોઈ શકશો. તો વળી ઓટીટીના માધ્યમથી મેચ જોવા માટે તમારે સોની લિવ એપ ડાઉનલોડ કરવી પડશે. સોની લિવ દ્વારા તમે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ લેપટોપ અથવા મોબાઈલ ફોન પર જોઈ શકશો. અત્યાર સુધી આ બંને ટીમોની જાહેરાત થઈ નથી. તેની સંભાવના છે કે, થોડા દિવસોમાં સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવશે.
બે મેચોની ટેસ્ટ સીરીઝની બંને મેચ ભારતીય સમયાનુસાર સવારે 9.30 કલાકથી રમાશે. પહેલી ટેસ્ટ 19થી 23 સપ્ટેમ્બર, બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રમાશે. ત્યારબાદ 3 ટી20 મેચ રમાશે. પહેલી ટી20, 6 ઓક્ટોબરથી બીજી 9 ઓક્ટોબરથી અને ત્રીજી ટી20, 12 ઓક્ટોબરે રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ સીરીઝ ખૂબ જ જરૂરી છે. જો ટીમ ઈન્ડિયા આ બંને ટેસ્ટ જીતી જાય તો તે ટોપની જગ્યા જાળવી રાખશે, જો એક જીત મળશે અને એક ડ્રો જશે તો પહેલા સ્થાન પર જ રહેશે. પણ ટીમ ઈન્ડિયા જો બાંગ્લાદેશ વિરુદ્ધ બંને ટેસ્ટ હારી જાય તો પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર સરકી જશે.