7 છગ્ગા મારીને આ કાંગારૂ બેટ્સમેને ફટકારી સૌથી ફાસ્ટ સદી અને તોડીયો યુવરાજસિંહ નો પણ રેકોર્ડ..
સ્કોટલેન્ડ સામેની બીજી T20I મેચમાં ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટર ટ્રેવિસ હેડ ઝીરો પર આઉટ થયો હતો જ્યારે બીજો ઓપનિંગ બેટર જેક ફ્રેઝર પણ નિષ્ફળ ગયો હતો અને 16 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને બેટ્સમેન આઉટ થયા બાદ ટીમ માટે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા જોશ ઈંગ્લિસે સ્કોટલેન્ડ સામે તોફાની ઈનિંગ્સ રમી અને તેની T20I ક્રિકેટ કારકિર્દીની બીજી સેન્ચુરી ફટકારી.
ઓસ્ટ્રેલિયાના ખેલાડી એરોન ફિન્ચનો રેકોર્ડ તોડ્યો
જોશ ઓસ્ટ્રેલિયાનો સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે સ્કોટલેન્ડ સામે 43 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી હતી. જોશે 2013માં 47 બોલમાં સેન્ચુરી ફટકારનાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનો રેકોર્ડ તોડ્યો હતો.
સાત સિક્સર અને સાત ચોગ્ગા ફટકાર્યા
બીજી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિસની સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. જોશે 49 બોલમાં 103 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેણે સાત સિક્સર અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલમાં જોશની આ બીજી સેન્ચુરી છે.
43 બોલમાં સેન્ચુરી ફટકારી
ઈંગ્લિસે અદ્ભુત ઉત્સાહથી પ્રથમ દાવમાં સ્કોટલેન્ડને હરાવ્યું. માત્ર 43 બોલમાં સેન્ચુરી ફટકારીને જોશ ઓસ્ટ્રેલિયા માટે ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે 43 બોલમાં સાત ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી. ઈંગ્લિસે 49 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી.
મેક્સવેલને પાછળ છોડ્યો
આ પહેલા પણ ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ જોશ ઈંગ્લિસના નામે હતો, પરંતુ તે પછી તે ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ અને મેક્સવેલ સાથે સંયુક્ત રીતે નંબર વન પર હતો, પરંતુ હવે જોશે આ મામલે બંને દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
આ સૌથી ઝડપી સેન્ચુરી ફટકારવાની સાથે સાથે જોસ ઈંગ્લિસ ઓસ્ટ્રેલિયા માટે ટી-20માં બે સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બની ગયો છે.