દુલીપ ટ્રોફીમાં પંત‌ ની હરકતોથી કંટાળીને કુલદીપ યાદવે ખેંચ્યું પંત નુ ટીશર્ટ કે ન્યુઝ થયા વાયરલ..

બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા ટીમ ઇન્ડિયા દુલીપ ટ્રોફી રમી રહી છે. ત્યારે શનિવારે રમાયેલ ભારતીય ટીમ A અને B વચ્ચે રમાયેલી મેચનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્ટાર બેટ્સમેન રિષભ પંત કુલદીપ યાદવને હેરાન કરતો જોવા મળે છે.

દુલીપ ટ્રોફીમાં ભારત B ટીમ તરફથી રમતો રિષભ પંત ભારત A ટીમ માટે બેટિંગ કરવા ઉતરેલ કુલદીપ યાદવને મેદાન પર હેરાન કરતો જોવા મળે છે. જ્યારે કુલદીપ યાદવ બેટિંગ માટે મેદાનમાં આવે છે ત્યારે કુલદીપ તેને હાથ ખેંચે છે અને પછી તેનું પેન્ટ પાછળથી પકડી લે છે. રિષભ પંતની આ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘણીવાર ખેલાડીઓ પોતાના સાથી ખેલાડી સાથે મેદાન પર મસ્તી કરતા જોવા મળતા હોય છે. તેમાં પણ ભારતીય ટીમના ખેલાડીઓ તેમના મસ્તીભર્યા અંદાજ માટે ખૂબ જાણીતા છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રિષભ પંત જેવા ખેલાડીઓના નામ સામેલ છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલીપ ટ્રોફી દરમિયાન રિષભ પંત વિચિત્ર અવાજો કરે છે અને બીજા વીડિયોમાં તે કુલદીપ યાદવને હેરાન કરતો જોવા મળે છે.

પંતની હરકતોથી પરેશાન થયો કુલદીપ

રિષભ પંત મેદાનમાં ઘણી વાર મસ્તી કરતો જોવા ણળે છે. ટીમ ઇન્ડિયાના ખેલાડી પંતને મસ્તીખોર કહે છે અને આવો જ નજારો દુલીપ ટ્રોફીમાં જોવા મળ્યો હતો. વાસ્તવમાં દુલીપ ટ્રોફી દરમિયાન મેચની 56મી ઓવરમાં કુલદીપ યાદવ બેટિંગ કરવા માટે મેદાનમાં આવે છે. આ દરમિયાન રિષભ પંત તેને ઘણો હેરાન કરે છે. પંત પહેલા તો તેનું હેલમેટ પકડી અને તેને ખેંચે છે. ત્યારબાદ કુલદીપ યાદવનો હાથ પાછળથી પકડી વાળી દે છે અને પછી તેનું પેન્ટ પાછળથી પકડી ખેંચે છે.

આમ પંત વારંવાર કુલદીપને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે બંને ખેલાડીઓ હંસી પડે છે અને પછી પંત તેના ખભા પર હાથ મૂકી કુલદીપને કંઇક કહે છે જેના પર તે જોરજોરથી હસવા લાગે છે. ઉલ્લેખનીય છે તે યાદવ અને પંત બંને દિલ્હી કેપિટલ્સમો હિસ્સો છે. તેમજ બંને ખેલાડીઓ અંડર-19થી એકબીજાના ઓળખે છે.

સ્ટંપ પાછળથી વિચિત્ર અવાજો કાઢ્યા

આ ઉપરાંત રિષભ પંતનો એક બીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્ટંપની પાછળ વિકેટકીંપિગ કરતા સમયે વિચિત્ર અવાજો કાઢતો જોવા મળે છે અને બેટ્સમેનનું ધ્યાન ભટકાવાનું કામ કરે છે. પંતના આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

પંતે ફટકારી શાનદાર ફિફ્ટી

ભારત A ટીમ સામેની દુલીપ ટ્રોફી મેચની પ્રથમ ઇનિંગમાં ઋષભ પંત 7 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેણે બીજી ઇનિંગમાં જબરદસ્ત ફિફ્ટી ફટકારી હતી. શનિવારે, મેચના ત્રીજા દિવસે, પંતે 47 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઈનિંગ રમી, જેનાથી ઈન્ડિયા Bને 240 રનની લીડ મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *