IND Vs BAN આવી રહેશે ભારતની પ્લેઇંગ ઇલેવન રિષભ પંત ને મળશે સ્થાન અને શ્રેયસ ઐયર નુ પત્તુ કપાશે..

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે. અહીં જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

ઘરઆંગણે પાકિસ્તાનને હરાવ્યા બાદ બાંગ્લાદેશની ટીમ હવે ભારત આવશે. બાંગ્લાદેશે ભારતમાં બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે. અહીં જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

જસપ્રીત બુમરાહને મળી શકે છે આરામ, શમીની વાપસી મુશ્કેલ

સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં આરામ મળી શકે છે. જ્યારે મોહમ્મદ શમી બીજી ટેસ્ટમાં જ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. ખરેખર, તે અત્યારે દુલીપ ટ્રોફીનો પ્રથમ રાઉન્ડ નથી રમી રહ્યો. આવી સ્થિતિમાં હવે શમી માટે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ રમવી અશક્ય છે. શમીએ પહેલા ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવી પડશે, ત્યાર બાદ જ તે ભારતીય ટીમમાં વાપસી કરી શકશે.

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઇનિંગની શરૂઆત કરી શકે છે

ચેન્નાઈમાં રમાનારી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા અને ડાબોડી યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ પછી ભાવિ કેપ્ટન શુભમન ગિલ ત્રીજા નંબર પર જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી ચોથા નંબર પર રમવાનું નિશ્ચિત છે.

સરફરાઝ ખાન મિડલ ઓર્ડરમાં પાંચમા નંબર પર રમી શકે છે. સરફરાઝે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેને તક મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે ઋષભ પંત લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરશે. આવી સ્થિતિમાં ધ્રુવ જુરેલે બહાર બેસવું પડશે.

ત્યારબાદ ત્રણ સ્પિન ઓલરાઉન્ડર અને બે ફાસ્ટ બોલર.સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની ત્રિપુટી એક્શનમાં જોવા મળશે. આ ત્રણેય સ્ટાર ખેલાડીઓ બેટથી પણ કમાલ કરવામાં માહિર છે. ઝડપી બોલિંગમાં યુવા આકાશ દીપ, મોહમ્મદ સિરાજની સાથે એક્શનમાં જોવા મળી શકે છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ અને આકાશ ડીપ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *