RCB ની ટીમ માંથી રમનાર આ ખેલાડીને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન તેની જગ્યાએ આ ખેલાડી થશે બહાર..
ભારતે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ શરુ થનારી ટેસ્ટ મેચની શરુઆતની મેચ માટે રવિવારના રોજ ભારતીય ટીમની જાહેરાત કરી છે. આઈપીએલમાં આરસીબી તરફથી રમનાર યશ દયાલને પહેલી વખત ટેસ્ટ ટીમમાં રમવાની તક મળી છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. ટીમમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને પણ તક મળી છે. હવે ભારતીય ટેસ્ટ ટીમમાં લાંબા સમય બાદ સ્ટાર બેટ્સમેન ઋષભ પંતની પણ વાપસી થઈ છે.
બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી છેલ્લી ટેસ્ટ
ભારતીય ટીમના વિકેટકીપર બેટસ્મેન રિષભ પંતે ડિસેમ્બર 2022માં દિલ્હીના રુડકી જતી વખતે કાર સામે અકસ્માત થયો હતો,ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ભારતીય ટી20 ટીમમાં વાપસી કરી હતી. ટી20 વર્લ્ડકપ 2024 જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ રહ્યો હતો.પંતે ભારતીય ટીમ માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2022ના રોજ રમી હતી. હવે ભારતીય ટેસ્ટ ટીમમાં 21 મહિના બાદ વાપસી થઈ છે. મહત્વની વાત તો એ છે કે, તેમણે છેલ્લી ટેસ્ટ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. ઘરેલું ક્રિકેટમાં દલીપ ટ્રોફીમાં પંતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.
રિષભ પંતે ભારતીય ટીમ માટે ટેસ્ટમાં વર્ષ 2018માં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ તેમણે 33 ટેસ્ટ મેચમાં 2271 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 11 અડધી સદી સામેલ છે. તે મિડિલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તે ટેસ્ટમાં ફાસ્ટ રન પણ બનાવે છે.
ટીમ ઈન્ડિયામાં 2 વિકેટકીપર્સ સામેલ
બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં રિષભ પંત અને ધ્રુવ જુરેલને ચાન્સ મળ્યો છે. જુરેલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમજ ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત પણ અપાવી હતી.
બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય સ્ક્વોર્ડ
રોહિત શર્મા,યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ,સરફરાજ ખાન, રિષભ પંત, ધ્રુવ જુરેલ,આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને યશ દયાલ સામેલ છે.