રોહિત શર્મા ની બોલવાની સ્ટાઈલ ઉપર ઋષભ પંતે ફરી એકવાર ઉડાવી મજાક અને કહ્યું આવું..
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર અને બેટર ઋષભ પંતે કેપ્ટન રોહિત શર્માની મુંબઈયા સ્ટાઈલ ભાષા પર કટાક્ષ કર્યો છે. રોહિત મેદાન પર આ જ શૈલીમાં વાત કરે છે. ઘણીવાર તેના શબ્દો સ્ટમ્પ માઈકમાં કેદ થઇ જાય છે અને પછીથી વાઈરલ થાય છે. પંતે કહ્યું છે કે, ક્યારેક હું રોહિતની મુંબઈ શૈલીની ભાષા ક્યારેક સમજી શકું છું અને ક્યારક નથી સમજી શકતો.
મેદાન પર પંત અને રોહિત ઘણી વખત મજાક કરતા જોવા મળ્યા છે. આગામી ટેસ્ટ મેચમાં બંનેની જોડી ફરી એકવાર જોવા મળી શકે છે. બાંગ્લાદેશ સામેની બે મેચની સીરિઝની પહેલી મેચ માટે પંતની ભારતીય ટીમ માટે પસંદગી કરવામાં આવી છે. પંત લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે.
એક શોમાં રોહિતની મુંબઈયા સ્ટાઈલ ભાષા વિશે વાત કરતા પંતે કહ્યું હતું કે, ‘મેદાન પર તો હું રોહિતની ભાષાને ડીકોડ કરી શકું છું, પરંતુ મેદાનની બહાર મને તેની ભાષા સમજવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.’
અગાઉ IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં પંતે મેદાનની બહાર બેસીને વિરાટ કોહલીને હેરાન કર્યો હતો. પ્રતિબંધને કારણે પંત આ મેચ રમી શક્યો ન હતો, અને સાઈટસ્ક્રીન દ્વારા કોહલીને પરેશાન કરી રહ્યો હતો. પંતે કહ્યું હતું કે, ‘અમારા માટે આ સીઝનની સૌથી મહત્વપૂર્ણ મેચ હતી, અને અમારે સારું પ્રદર્શન કરવું હતું. હું આ મેચ રમી શક્યો ન હતો. હું વિચારી રહ્યો હતો કે હું બહારથી શું કરી શકું.’