99 રન મારીને 1 રન માટે નાવડી કિનારે ના પહોંચી જાણો આવા બદનસીબ બેટ્સમેન વિશે..
ક્રિકેટ જગતમાં ઘણા એવા ખેલાડી છે કે જેના નામે રન બનાવાના અનેક રેકોર્ડ નોંધાયા છે. ત્યારે ઘણા એવા પણ ખેલાડી છે જેના 99 રન બનાવીને આઉટ થઈ ગયા હોય. આવા ખેલાડીમાં વિરાટ કોહલથી લઈને અનેક સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આજે અમે તમને એવા કમનસીબ ખેલાડીઓ વિશે જણાવીશું, જે વનડે ક્રિકેટમાં 99 રન બનાવીને આઉટ થયા હોય. આ લિસ્ટમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓના નામ છે.
ભૂતપૂર્વ દિગ્ગજ કૃષ્ણમ્માચારી શ્રીકાંત એક ODIમાં 99 રનમાં આઉટ થનાર પ્રથમ ભારતીય બેટ્સમેન હતા. તે 1984માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 99 રન પર પેવેલિયન પરત ફર્યો હતા.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન VVS લક્ષ્મણ પણ ODIમાં 99 રન બનાવીને આઉટ થયા છે. 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં લક્ષ્મણ સદી ફટકારવાથી માત્ર એક રન દૂર હતા.
પૂર્વ બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ 99 રન પર આઉટ થવાનો શિકાર બન્યા છે. 2004માં દ્રવિડ કરાચીમાં પાકિસ્તાન સામે રમાયેલી ODI મેચમાં 99 રને આઉટ થયા હતા.
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકર એક વર્ષમાં ત્રણ વખત ODI ક્રિકેટમાં 99 રન પર આઉટ થયો હતો. 2007માં તેંડુલકર દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે 99 રન પર પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ આનો શિકાર બન્યો છે. 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં કોહલી 99 રન પર આઉટ થયો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2016માં 99 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની વનડેમાં રોહિત સાથે આવું બન્યું હતું.