અત્યાર સુધીના ઇતિહાસમાં કયા કેપ્ટન દ્વારા સૌથી વધુ મેચ જીત્યું છે ઇન્ડિયા જાણો આ રિપોર્ટમાં..

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1984થી લઈને હાલમાં જીતેલા T20 વર્લ્ડકપ સુધીમાં સફળતાના નવા આયામોને સ્પર્શ કર્યો છે. આ સફર દરમિયાન ટીમની કમાન સમયાંતરે અલગ-અલગ હાથમાં રહી હતી. ટીમે અત્યાર સુધીમાં 2 વનડે અને 2 T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. પરંતુ ક્રિકેટ ચાહકોના મનમાં વારંવાર આ સવાલ ઊભો થતો જ રહે છે કે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ મેચોમાં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કોણે કરી છે. તો ચાલો આ સવાલનો જવાબ મેળવીએ.

મોહમ્મદ અઝહરુદ્દીન

ભારતીય ક્રિકેટ ટીમની સૌથી વધુ મેચોમાં કૅપ્ટનશીપ કરવામાં મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ બીજા નંબરે આવે છે. મોહમ્મદ અઝહરુદ્દીને 221 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. તેમાંથી 104 મેચ ટીમ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ટીમને 90 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમના નેતૃત્વમાં 2 મેચ ટાઇ અને 19 મેચ ડ્રો રહી હતી. જ્યારે 6 મેચ અનિર્ણિત રહી હતી. મોહમ્મદ અઝહરુદ્દીનની જીતની ટકાવારી 47.05 રહી હતી. 

વિરાટ કોહલી

213 મેચોમાં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કરીને આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ત્રીજા ક્રમે સ્થાન ધરાવે છે. જેમાં વિરાટે ટીમને 135 મેચમાં જીત અપાવી હતી. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ 60 મેચ હારી હતી. આ સિવાય 3 મેચ ટાઇ, 11 મેચ ડ્રો અને 4 મેચ અનિર્ણિત રહી હતી. વિરાટ કોહલીની જીતની ટકાવારી 63.88 રહી હતી. તેની ગણતરી સૌથી સફળ કૅપ્ટનોમાં થાય છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ કુલ 195 મેચોમાં ભારતીય ટીમની કૅપ્ટનશીપ કરીને આ યાદીમાં ચોથું સ્થાન ધરાવે છે. તેમાંથી ટીમે 97 મેચ જીતી છે, જ્યારે ટીમને 78 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, 15 મેચ ડ્રો 5 મેચ અનિર્ણિત રહી હતી. કૅપ્ટન તરીકે સૌરવ ગાંગુલીની જીતની ટકાવારી 49.74 રહી હતી.

રોહિત શર્મા

હાલની ભારતીય ટીમની કમાન સંભાળી રહેલ રોહિત શર્મા અત્યાર સુધીમાં 126 મેચોમાં ટીમની કૅપ્ટનશીપ કરી ચૂક્યો છે. જેમાં તેણે 93 મેચમાં ટીમને જીત અપાવી હતી, જ્યારે ટીમ 28 મેચ હારી ગઈ હતી. અને 2 મેચ ટાઇ, 2 મેચ ડ્રો, અને 2 મેચ અનિર્ણિત રહી હતી. કૅપ્ટન તરીકે રોહિત શર્માની જીતની ટકાવારી 73.80 રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *