ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો સંપૂર્ણ શિડયુલ અને ક્યા અને ક્યારે રમાશે મેચ જાણી લો ફક્ત એક ક્લિકમાં ..

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ અને ત્યારબાદ ત્રણ ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાનાર છે. સિરીઝની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે. તો આવો જાણીએ સંપૂર્ણ સિરીઝનું મેચ શેડ્યુલ અને ટાઇમિંગ શું છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝ શરૂ થઈ રહી છે. આમ તો બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા ટી20 ઇન્ટરનેશનલ સિરીઝ પણ રમશે. પરંતુ હાલ સૌથી વધુ ચર્ચા ટેસ્ટ સિરીઝની થઈ રહી છે. કેમ કે, સિરીઝની શરૂઆત ટેસ્ટ મેચથી થઈ રહી છે. બીજી બાજુ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ મેચમાં મોટી ભૂમિકામાં જોવા મળશે. તો આવો જાણીએ કે, ટેસ્ટ સિરીઝની મેચ કેટલા વાગ્યે શરૂ થશે અને ત્યારબાદ જ્યારે ટી20 સિરીઝ શરૂ થશે તો તેની મેચ કેટલા વાગ્યે શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાનાર છે. તેની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે. જો મેચ પાંચ દિવસ સુધી ચાલે તો મેચ 23 તારીખે પૂર્ણ થશે. ટેસ્ટ મેચ સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થશે. મેચના પહેલા દિવસે એટલે કે, 19 સપ્ટેમ્બરે અડધા કલાક પહેલા સવારે નવ વાગ્યે ટોસ થશે. બાકીના 4 દિવસ મેચ સાડા નવ વાગ્યે શરૂ થશે.

ત્યાર બાદ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 28 સપ્ટેમ્બરે શરૂ થશે. આ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચનું ટાઇમિંગ બીજી મેચમાં પણ લાગુ પડશે. આ મેચ 1 ઓક્ટોબર સુધી ચાલશે.

ટેસ્ટ સિરીઝ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝ રમાશે. સિરીઝની પહેલી મેચ 6 સપ્ટેમ્બરે ગ્વાલિયરમાં રમાશે. ત્યાર બાદ બીજી મેચ 9 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 12 સપ્ટેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. જે રાતે આશરે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે.

ટેસ્ટ મેચ માટે ટીમ ઇન્ડિયાની સ્ક્વોડ – રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, વિરાટ કોહલી, ઋષભ પંત, કેએલ રાહુલ, શુભમન ગિલ, આકાશ દીપ, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *