બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા ટીમમાં થયો મોટો ફેરફાર ઋષભ પંત થયો ટીમ માંથી બહાર અને આ ખેલાડીની થઈ એન્ટ્રી..
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પછી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની ટીમોમાં મોટો ફેરફાર થયો છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પછી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની ટીમોમાં મોટો ફેરફાર થયો છે. રિંકુ સિંહને ઋષભ પંતની જગ્યાએ ઈન્ડિયા-બી ટીમમાં જગ્યા મળી છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પછી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડની ટીમોમાં મોટો ફેરફાર થયો છે. રિંકુ સિંહને ઋષભ પંતની જગ્યાએ ઈન્ડિયા-બી ટીમમાં જગ્યા મળી છે. ઋષભ પંત, કેએલ રાહુલ અને શુભમન ગિલ સહિત બાંગ્લાદેશ સામેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓને 12 સપ્ટેમ્બરથી શરૂ થતી દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડ માટે આરામ આપવામાં આવ્યો છે. આકાશ દીપ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલને પણ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે.
યશ દયાલ અને સરફરાઝ મેચ રમશે
જોકે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલ અને સરફરાઝ ખાનને દુલીપ ટ્રોફીમાંથી હટાવવામાં આવ્યા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પસંદગીકારોએ પ્રથમસિંહ (રેલવે)ને ગિલના વિકલ્પ તરીકે, અક્ષય વાડકર (વિદર્ભ)ને કેએલ રાહુલના વિકલ્પ તરીકે અને એસકે રશિદ (આંધ્ર)ને જુરેલના વિકલ્પ તરીકે પસંદ કરાયા છે. નિવેદન અનુસાર ‘ટીમમાં કુલદીપની જગ્યા લેફ્ટ આર્મ સ્પિનર શમ્સ મુલાની લેશે, જ્યારે આકાશ દીપની જગ્યાએ આકિબ ખાન (ઉત્તર પ્રદેશ)ની પસંદગી કરવામાં આવી છે.
પંતની જગ્યાએ રિંકુ સિંહ
શુભમન ગિલની જગ્યાએ મયંક અગ્રવાલને ઈન્ડિયા ‘A’ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પસંદગીકારોએ યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતના વિકલ્પ તરીકે સુયશ પ્રભુદેસાઈ અને રિંકુ સિંહને પસંદ કર્યા છે. ભારત ‘ડી’ ટીમમાં અક્ષરની જગ્યાએ નિશાંત સંધુને સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે નાની ઈજાને કારણે મેચમાંથી બહાર છે. રૂતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ઈન્ડિયા ‘સી’ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર 2022 પછી પહેલીવાર રેડ બોલ ક્રિકેટ રમી રહેલા રિષભ પંતે દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં પ્રભાવિત કર્યા હતા.