ભારત અને બાંગ્લાદેશ ની મેચ બાંગ્લાદેશ મા જ રમાશે ટીમ ને આપવામા આવશે‌ આ સુરક્ષા..

27 સપ્ટેમ્બરથી શરૂ થનારી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ગ્રીનપાર્ક સ્ટેડિયમ, કાનપુર ખાતે રમાનારી છે. આ મેચમાં સુરક્ષાને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ થઇ ગયું છે.

ટેસ્ટ મેચ ચાર સ્તરીય સુરક્ષાના ઘેરા વચ્ચે યોજાશે. બંને ટીમના ખેલાડીઓ સુપર ઝોનમાં રહેશે. જ્યારે ઝોનમાં VVIP મહેમાનો, સેક્ટરમાં VIP દર્શકો અને સબ-સેક્ટરમાં ક્રિકેટ ચાહકો માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાસ કરીને ટેસ્ટ મેચ માટે અલગથી પોલીસ સેલની પણ રચના કરવામાં આવી છે. જેની ઓફિસ સ્ટેડિયમમાં જ રાખવામાં આવશે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને ત્યાંના હિંદુઓ પર થઇ રહેલા અત્યાચારને કારણે ટેસ્ટ મેચની સુરક્ષા માટે સમગ્ર સ્ટેડિયમ પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. જેથી કરીને આ મેચ કોઈપણ વિવાદ વગર પૂરી થઇ જાય.

મંગળવારે પોલીસ કમિશનર અખિલ કુમારે UPCA(Uttar Pradesh Cricket Association)ના વેન્યુ ડાયરેક્ટર ડૉ. સંજય કપૂર અને DCP પૂર્વી શ્રવણ કુમાર, એડિશનલ DCP ટ્રાફિક અર્ચના સિંહ, એડિશનલ DPC સેન્ટ્રલ મહેશ કુમાર, ACP શિખર અને સૃષ્ટિ સિંહ સાથે આખા સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર સર્વેલન્સ હાથી ધરી રહ્યું છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે, મેચ માટે ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા બનાવવામાં આવી છે. સુપર ઝોનની કમાન ડીએસપીને સોંપવામાં આવી છે, ઝોનની કમાન એડિશનલ ડીસીપી, સેક્ટર માટે એસીપી અને સબ સેક્ટર માટે ઈન્સ્પેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કરીને સ્ટેડિયમના દરેક ખૂણા પર નજર રાખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *