ICC એ જાહેર કરી ટેસ્ટ રેન્કિંગ ભારત ના ત્રણ ખેલાડી છે ટોપ પર અને પાકિસ્તાનના ખેલાડીની પણ થય એન્ટ્રી..
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-5માં રોહિત શર્મા પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. રોહિત સપ્ટેમ્બર 2021 બાદ પહેલી વખત ટોપ-5માં પહોંચ્યો છે. રોહિત ઉપરાંત ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી સાતમાં અને યશસ્વી જયસ્વાલ છઠ્ઠા સ્થાન સાથે ટોપ-10માં સામેલ છે.
બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની સીરિઝમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની ત્રિપુટી મેદાનમાં ઉતરશે. આઈસીસી રેન્કિંગમાં શ્રીલંકાના બેટરે પણ છલાંગ લગાવી છે. શ્રીલંકાએ સોમવારે લંડનના ઓવલ ખાતે ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં ઓલી પોપની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમને હરાવી હતી. શ્રીલંકા લગભગ 10 વર્ષ બાદ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું હતું.
આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં હતા. ભારતે તેની છેલ્લી ટેસ્ટ સીરિઝ ઈંગ્લેન્ડ સામે રમી હતી. જયસ્વાલે બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 712 રન બનાવ્યા હતા. રોહિતે પણ બે સદી ફટકારીને 400 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડનો બેટર જો રૂટ બેટરની રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. જોકે હવે શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં સસ્તામાં આઉટ થવાને કારણે તેણે રેટિંગ ગુમાવ્યું છે. પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન 9મુ સ્થાન ધરાવે છે. બાબર આઝમ 11માં સ્થાને પહોંચી ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે.
કેપ્ટન ધનંજય ડી સિલ્વા, મિડલ ઓર્ડર બેટર કામિન્દુ મેન્ડિસ અને ઓપનિંગ બેટર પથુમ નિસાન્કાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ધનંજય બેટરની ટેસ્ટ રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 13મા સ્થાને પહોંચી ગયો છે.
ICC પુરુષોની ટેસ્ટ બેટિંગ રેન્કિંગ
જો રૂટ – 899 પોઈન્ટ
કેન વિલિયમસન – 859 પોઈન્ટ
ડેરીલ મિશેલ – 768 પોઈન્ટ
સ્ટીવ સ્મિથ – 757 પોઈન્ટ
રોહિત શર્મા – 751 પોઈન્ટ
યશસ્વી જયસ્વાલ – 740 પોઈન્ટ
વિરાટ કોહલી – 737 પોઈન્ટ
ઉસ્માન ખ્વાજા – 728 પોઈન્ટ
મોહમ્મદ રિઝવાન – 720 પોઈન્ટ
માર્નસ લેબુશેન – 720 પોઈન્ટ