ICC ના‌‌ ચેરમેન બન્યા પછી જય શાહ એ ખેલ્યો એનો‌ પેલો દાવ જાણી ને ચોંકી જશો..

જય શાહે આઈસીસીનું ચેરમેન પદ સંભાળતા પહેલા મોટી જાહેરાત કરી છે. આ નિર્ણય એશિયામાં ક્રિકેટની કાયાપલટ કરવા જઈ રહ્યો છે.

વર્તમાન BCCI સેક્રેટરી જય શાહ આ વર્ષે 1 ડિસેમ્બરથી આઈસીસી અધ્યક્ષનું પદ સંભાળવા જઈ રહ્યા છે. હાલમાં જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ પણ છે. જય શાહે હવે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ACC એ જય શાહની અધ્યક્ષતામાં મહિલા અંડર-19 ટી20 એશિયા કપની જાહેરાત કરી છે. નોંધનિય છે કે, આ ટુર્નામેન્ટ એશિયાઈ ખંડના યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા સાબિત કરવાની તક આપશે.

તમને જણાવી દઈએ કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકનું નેતૃત્વ જય શાહે કર્યું હતું. તમને જણાવી દઈએ કે, જય શાહ 1 ડિસેમ્બરથી ICC અધ્યક્ષ પદ સંભાળશે, પરંતુ આ સાથે તેમણે ACC અધ્યક્ષ પદ છોડવું પડશે. પરંતુ પ્રમુખ પદ છોડતા પહેલા જ જય શાહે મહિલા ક્રિકેટ માટે આ મોટું પગલું ભર્યું છે. ગયા વર્ષે અંડર-19 સ્તરે પહેલીવાર મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે અંડર-19 એશિયા કપની જાહેરાત ક્રિકેટ ચાહકો એક મોટી ભેટ સમાન છે.

એશિયા કપનું આયોજન ક્યારે થઈ શકે છેનોંધનિય છે કે, એસીસી આ વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ મહિલા ટી20 એશિયા કપનું આયોજન કરી શકે છે. કારણ કે, તેના થોડા સમય બાદ અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેનું આયોજન મલેશિયામાં કરવામાં આવશે. આમ તો ટીમોની સંખ્યા અને ટૂર્નામેન્ટના યજમાન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ એ નિશ્ચિત છે કે આ ટૂર્નામેન્ટના આગમન સાથે એશિયન ક્રિકેટમાં એક નવો જોશ આવશે અને નવી પ્રતિભાને ખીલવાની તક મળશે.

એક નિવેદન જારી કરતાં જય શાહે કહ્યું કે, એશિયન ક્રિકેટ માટે આ એક ઐતિહાસિક પળ છે. મહિલા અંડર-19 એશિયા કપની શરૂઆત એ એક મોટી સિદ્ધિ છે, જેના દ્વારા યુવા છોકરીઓને મોટા મંચ પર તેમની પ્રતિભા દર્શાવવાની સારી તક મળશે. આ પગલા દ્વારા એશિયામાં મહિલા ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ બનવા જઈ રહ્યું છે, આ નિર્ણયોના પરિણામો શું હશે તે વિચારીને અમને ખૂબ જ ગર્વ અનુભવીએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *