100 વર્ષ નો રેકોર્ડ તોડવા કિંગ કોહલી છે તૈયાર માત્ર 50 રન બનાવતા જ તૂટી જશે આ મહાન રેકોર્ડ..

ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીની તુલના હંમેશા સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ જે પણ કહે પરંતુ વિરાટ કોહલીનું કહેવું છે કે, હું સચિનને ટીવી પર જોતા મોટો થયો છું. આવી સ્થિતિમાં સચિન સાથે તેની તુલના કરવી અન્યાય થશે. સચિને ભારતીય ટીમમાંથી સંન્યાસ લીધોને ઘણા વર્ષો થઈ ગયા છે. જ્યારે કિંગ કોહલી હજુ પણ દેશ માટે ઈન્ટરનેશનલ લેવલ પર રમી રહ્યો છે. અહીં તે ક્રિકેટના બે ફોર્મેટ, ODI અને ટેસ્ટમાં સક્રિય છે, જ્યારે T20 વર્લ્ડ કપ 2024ની સફળતા સાથે જ તેણે T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.

હવે જો આવનારી સીરીઝમાં વિરાટ કોહલી 58 રન બનાવશે તો તે સચિનનો આ રેકોર્ડ તોડી નાખશે અને આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લેશે. હાલમાં તે દેશ માટે 591 ઈનિંગ રમ્યો છે અને 26,942 રન બનાવ્યા છે.

કોહલીને 8 ઈનિંગમાં 58 રનની જરૂરએવું નથી કે, કોહલી બાંગ્લાદેશ સામે 58 રન ન બનાવી શકશે તો તે આ ખાસ ઉપલબ્ધિથી ચૂકી જશે. સચિનનો આ ખાસ રેકોર્ડ તોડવા માટે તેની પાસે પૂરતી તક છે.

એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે કે, આગામી સીરીઝમાં કોહલી સચિનની આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લેશે. આવું કરતા જ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં 600થી ઓછી ઈનિંગ્સમાં 27,000 રન સુધી પહોંચનાર પ્રથમ ક્રિકેટર પણ બની જશે.

ત્રણ દિગ્ગજોના નામે છે આ મહારેકોર્ડહાલના સમયમાં સચિન તેંડુલકર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને પૂર્વ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000થી વધુ રન બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *