રોહિત શર્મા ફરી એકવાર આ મહાન ખેલાડી નો રેકોર્ડ તોડવાની નજીક શું ચેન્નઈમાં રચશે ઇતિહાસ..
રોહિત શર્મા પાસે વીરેન્દ્ર સેહવાગનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડવાની તક છે. પરંતુ આ માટે તેણે 8 છગ્ગા મારવા પડશે.
વાસ્તવમાં ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. તેણે 104 મેચમાં 91 સિક્સર ફટકારી છે.
રોહિતને સેહવાગનો રેકોર્ડ તોડવા માટે 8 સિક્સરની જરૂર છે. તેણે અત્યાર સુધી 59 ટેસ્ટ મેચમાં 84 સિક્સર ફટકારી છે.
રોહિતે ટેસ્ટ ફોર્મેટમાં 452 ચોગ્ગા પણ ફટકાર્યા છે. હવે તે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે અજાયબી કરી શકે છે.
રોહિતે ટેસ્ટ મેચોમાં બેવડી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 212 રન છે. રોહિતે આ ફોર્મેટમાં 12 સદી અને 17 અડધી સદી ફટકારી છે.
તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં આ મેચ માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.