IPL 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્ધારા કરવામાં આવી મોટી જાહેરાત જાણો ધોની રમશે ipl?

IPL 2025 માટે BCCI તરફથી હજુ સુધી રિટેન્શન પોલિસી જાહેર કરવામાં આવી નથી. એવામાં એમએસ ધોની આઈપીએલની આગામી સિઝન રમશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. આ બધા વચ્ચે ધોનીને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યાં છે.

આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન થશે, પરંતુ BCCIએ હજુ સુધી રિટેન્શન પોલિસી જાહેર કરી નથી. એવામાં એમએસ ધોની આઈપીએલની આગામી સિઝન રમશે કે નહીં તેને લઈને મોટો સવાલ છે. પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો કે, બીસીસીઆઈ તરફથી પાંચથી છ ખેલાડી રિટેન કરવાના નિયમ લાગુ કરવામાં આવે તો જ ધોની આગામી સિઝન રમી શકશે. પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી એમએસ ધોનીને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.

ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, એમએસ ધોની આઈપીએલ 2025માં રમવાનો નિર્ણય કોઈ પણ પોલિસી આધારિત નહીં રહે. પહેલા એવા સમાચાર હતા કે, CSK અને ધોની પોતાના ભવિષ્યને લઈને ત્યારે નિર્ણય કરશે જ્યારે BCCI આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે રિટેન્શન પોલિસી અંગે ખુલાસો કરશે.

પરંતુ હવે CSKના અધિકારીઓએ કહ્યું છે કે, જો ધોની આગામી સિઝનમાં રમવાનો નિર્ણય કરે તો તે તેના રિટેન્શનમાંથી એક હશે. ભલે બીસીસીઆઈ માત્ર બે રિટેન્શનની મંજૂરી આપે.

રિપોર્ટ અનુસાર, રિટેન્શન નિયમો જાહેર થવામાં હજુ સમય લાગશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મહિનાના અંત સુધી જાહેરાત ટાળે તેવી શક્યતા છે. 29 સપ્ટેમ્બરે બેંગલુરુમાં યોજાનાર બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠક પર પણ બધાની નજર રહેશે.

બીજી બાજુ એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર થઈ ચૂકેલા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. આઈપીએલમાં પહેલા એવો નિયમ હતો કે, કોઈ ખેલાડી જેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાના 5 વર્ષ કે તેનાથી વધારે થઈ ચૂક્યા છે તેને અનકેપ્ડ પ્લેયર માનવામાં આવશે. આ નિયમને 2021 પછી ખતમ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ફરી એકવાર આ નિયમની શરૂઆત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *