અત્યાર સુધીમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનની યાદીમાં ટોપ ફાઈવ ભારતીય ખેલાડીઓ મા કોનો સમાવેશ થાય છે જાણો તે..

ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. રોહિત શર્મા 7 સિક્સર ફટકારી સેહવાગને પાછળ છોડી શકે છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.  રોહિત શર્મા 7 સિક્સર ફટકારી  સેહવાગને પાછળ છોડી શકે છે.   સચિન, સેહવાગ, ધોની, રોહિત અને જાડેજા આ યાદીમાં સામેલ છે. તેમણે ભારત તરફથી ટેસ્ટમાં રમતા સૌથી વધુ સિક્સર ફટકારી છે. 

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા

આ યાદીમાં ભારતના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે. તેણે ભારત માટે 72 ટેસ્ટ મેચ રમી છે. જેમાં જાડેજાએ અત્યાર સુધીમાં કુલ 64 સિક્સર ફટકારી છે.

સચિન તેંડુલકર

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ 69 સિક્સર ફટકારી હતી. સચિનને ​​ક્રિકેટનો ભગવાન પણ કહેવામાં આવે છે.

મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની તેની લાંબી સિક્સર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેના બેટમાંથી 78 સિક્સ જોવા મળી હતી.

રોહિત શર્મા

ભારતની વર્તમાન ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. તેણે અત્યાર સુધીમાં 59 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના બેટમાંથી 84 સિક્સ જોવા મળી છે. 7 સિક્સર મારતા જ તે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દેશે.

વીરેન્દ્ર સેહવાગ

ભારતના દિગ્ગજ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી છે. તેણે 103 ટેસ્ટ મેચમાં 90 સિક્સર ફટકારી છે.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *