આપણા ગુજરાતી ખેલાડી જાડેજા બાપુ પાસે છે એક મોટી તક આવું કરનાર બીજો ખેલાડી બની શકે છે..

19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં રવિન્દ્ર જાડેજાની પાસે મોટું કારનામું કરવાની તક હશે. જેમાં તે 6 વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લેશે.

ભારતીય ટીમ 19 સપ્ટેબરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમાવાની છે. બીસીસીઆઈ તરફથી આ મેચને લઈ ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયનાના તમામ સીનિયર ખેલાડીઓ રમતા જોવા મળશે.

જેમાં એક નામ સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું પણ છે. જેમણે અત્યારસુધી 2024માં ટેસ્ટમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જાડેજા ડોમેસ્ટિક ટેસ્ટ સીરીઝમાં મેચ વિનર તરીકે રમે છે.

જેમાં બેટની સાથે સાથે બોલમાં પણ તેનું યોગદાન જોઈ શકાય છે. બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં જાડેજા પાસે મોટું કારનામું કરવાની તક છે.

રવિન્દ્ર જાડેજાએ અત્યારસુધી ટેસ્ટ ક્રિકેટમાં 294 વિકેટ પોતાને નામ કરી છે. જેમાં હવે તે 6 વિકેટ લેતા જ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પુરી કરી લેશે. જે તેના કરિયરમાં એક મોટી ઉપલ્બધિ હશે. જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 3000થી વધુ રન બનાવી ચૂક્યો છે. તે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારત તરફથી બીજો એવો ખેલાડી બનશે. જેના નામે 300 વિકેટ અને 3000 રન બનાવવાનું કારનામું છે.

ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન બનાવનાર અને 300 વિકેટ લેનાર ખેલાડીની વાત કરીએ તો, શેન વોર્ન 3154 રન અને 708 વિકેટ લીધી છે. ડેનિયલ વિટોરીએ 4531 રન અને 362 વિકેટ લીધી અને રવિચંદ્રન અશ્વિન 3309 રન અને 516 વિકેટ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *