આ ખતરનાક ખેલાડી માટે ટીમ ઇન્ડિયામાં માર્ગ થયો ખુલ્લો બાંગ્લાદેશ સામેની મેચમાં મળી શકે છે મોકો..
આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ અને T20 મેચની સીરિઝ રમવા જઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બર થી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જયારે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બર થી કાનપુરના ગ્રીન પાર્કમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે T20 સીરિઝ રમશે. પહેલી T20 6 ઓક્ટોબરે, બીજી T20 9 ઓક્ટોબર અને ત્રીજી T20 12 ઓક્ટોબરે રમાશે.
આગામી બાંગ્લાદેશ સામેની T20 સીરિઝને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર T20 સીરિઝમાં અનુક ખેલાડીઓને આરામ આપી શકે છે. કારણ કે આગામી સમય ભારત ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ રમવા માટે ખેલાડીઓ પૂરી તૈયાર થઇ જાય. ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગીલને પણ બાંગ્લાદેશ સામેની T20 સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે. કારણ કે તે 3 T20 મેચ 6 ઓક્ટોમ્બર(ગ્વાલિયર), 9(દિલ્લી), 12 (હૈદરાબાદ) ખાતે રમશે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ સામે 16 ઓક્ટોમ્બરથી મેચ શરુ થશે. માટે ગીલને આ સમય દરમિયાન આરામ આપવો જરૂરી છે. ગીલ સિવાય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ આરામ આરામ આપી શકાય છે.
ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર રિષભ પંતને પણ આગામી સમય માટે આરામ આપી ઇશાન કિશનને વિકેટકીપર બનાવી શકાય છે. ઇશાન ઘણાં લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર ચાલી રહ્યો છે. આગાઉ ઇશાન માનસિક થાકનું કારણ આપતા ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેના પ્રવાસમાં સામેલ થયો ન હતો. તેણે ઘરેલું ક્રિકેટમાં પણ રમવાની ના પડી હતી. જેથી કરીને તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવાયો હતો.
ત્યારબાદ ઇશાન કિશને બુચી બાબુ ટુર્નામેન્ટમાં પરત ફર્યો હતો. જેમાં તેણે ઝારખંડ તરફથી રમતા મધ્ય પ્રદેશ સામે સદી ફટકારી હતી. તે પછી દુલીપ ટ્રોફીમાં પણ ઇન્ડિયા-C ટીમમાંથી રમતા સદી ફટકારી હતી. જો ઇશાન કિશનની કારકિર્દીની વાત કરીએ તો ઇશાને 2 ટેસ્ટમાં 78 રન, 27 વનડેમાં 933 રન, અને 32 T20 મેચમાં 796 રન કર્યા હતા. જયારે તેણે કુલ 36 વિકેટ ઝડપી હતી.
આગમો સમયમાં ભારતીય ટીમ 19 સપ્ટેમ્બર પછી 111 દિવસોમાં 10 ટેસ્ટ મેચ રમશે. જયારે કુલ 5 મહિનામાં 10 ટેસ્ટ સિવાય 8 T20 અને 3 વનડે મેચ રમશે. બાંગ્લાદેશ બાદ ભારત ન્યુઝીલેન્ડ સામે 3 અને પછી ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને ત્યાં 5 ટેસ્ટ મેચ રમશે.