ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલી એ પ્રેક્ટિસ મેચ દરમિયાન એવો છગ્ગો માર્યો કે સામે દિવાલમાં કાણું પડી ગયું..

વિરાટ કોહલી રવિવારે ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારતની નેટ સેશનમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. કોહલીના નેટ સેશનનો એક આકર્ષક છગ્ગો ફટકાર્યો હતો.

ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયા ખૂબ તૈયારી કરી રહી છે. ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ આ સીરીઝનો ભાગ છે. તે લાંબા સમય બાદ ટેસ્ટ ફોર્મેટમાં વાપસી કરશે. તેણે આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા વિરાટે આ મેદાનની એક દીવાલ તોડી નાખી હતી.

વિરાટ કોહલીએ મેદાનની દીવાલ પર કાણું પાડી દીધું

વિરાટ કોહલી રવિવારે ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ભારતની નેટ સેશનમાં ખૂબ જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. કોહલીના નેટ સેશનનો એક આકર્ષક છગ્ગો ફટકાર્યો હતો. જેણે ભારતીય ડ્રેસિંગ રૂમ નજીક ચેપોકમાં એક દીવાલ તોડી નાખી હતી.

હકીકતમાં જોઈએ તો, પ્રેક્ટિસ સેશન દરમ્યાન બેટિંગ કરતા કોહલીનો એક શોટ ડ્રેસિંગ રૂમની નજીકની દીવાલ સાથે ટકરાયો અને તેમાં બોલ આકારનો મોટો છેદ પડી ગયો હતો. જિયો સિનેમા દ્વારા પોતાની વેબસાઈટ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *