ઓસ્ટ્રેલિયા ના બોલર જેવડા લાંબો ખેલાડી ની‌ ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી હવે બાંગ્લાદેશ ના બેટ્સમેન ની વાટ નય..

ચેન્નઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર પહેલી મેચ માટે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ખૂબ પરસેવો પાડી રહ્યા છે. પાકિસ્તાનમાં ખળભળાટ મચાવનાર બાંગ્લાદેશના 6.5 ફૂટના નાહિદ રાણા સામે ભારતે એક યુવાનને કેમ્પમાં સામેલ કર્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ પહેલા ખૂબ પ્રેક્ટિસ કરી રહી છે. ચેન્નઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર પહેલી મેચ માટે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ખૂબ પરસેવો પાડી રહ્યા છે.

પાકિસ્તાનમાં ખળભળાટ મચાવનાર બાંગ્લાદેશના 6.5 ફૂટના નાહિદ રાણા સામે ભારતે એક યુવાનને કેમ્પમાં સામેલ કર્યો છે. પંજાબના ગુરનૂર બ્રારને નાહિદનો સામનો કરવાની તૈયારી માટે બોલાવવામાં આવ્યો છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજનાર ટેસ્ટ સિરીઝની ક્રિકેટ રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલી ટેસ્ટ ગુરુવારથી ચેન્નઈમાં રમાનાર છે. ભારતીય ટીમ હાલ પ્રેક્ટિસ સેશનમાં ગત સિરીઝની ખામીઓ પર કામ કરી રહી છે. બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને હાલમાં જ ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ પ્રવાસ દરમિયાન ફાસ્ટ બોલર નાહિદ રાણાએ ભારે તરખાટ મચાવ્યો હતો. બાબર આઝમને આઉટ કરવાની સાથે તેણે તમામ બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા. તેની લંબાઈ અને ગતિનો સામનો કરવા માટે ભારતીય કેમ્પમાં તેના જેવા જ એક બોલરને સામેલ કરવામાં આવ્યો છે.

કોણ છે 6.5 ફૂટનો યુવા બોલર

બાંગ્લાદેશના નાહિદ રાણાની લંબાઈ 6.5 ફૂટ છે અને તે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલિંગ કરે છે. ટેસ્ટ સિરીઝમાં તેની સામે ભારતીય કેમ્પમાં 6.5 ફૂટના ગુરનૂર બ્રારને સામેલ કરવામાં આવ્યો છે. પંજાબના 24 વર્ષના ફાસ્ટ બોલરને નેટ્સમાં ભારતીય બેટ્સમેનો સામે બોલિંગ કરવા માટે ખાસ બોલાવવામાં આવ્યો છે. ગુરનૂર બ્રારે અત્યાર સુધીમાં માત્ર 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેના નામે 7 વિકેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *