બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચ મા આવી રહેશે ભારતની પ્લેઇંગ 11 આ ખેલાડી ને મળશે સ્થાન..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી ( India vs Bangladesh 1st Test) 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આજે ચેન્નઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગંભીરે પ્રેસ કોન્ફરન્સમાં પ્રથમ ટેસ્ટ માટે ભારતના પ્લેઈંગ-11ને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
વાસ્તવમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે યુવા બેટ્સમેન સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઇંગ-11માં સામેલ કરવા અંગે મોટો સંકેત આપ્યો હતો. સરફરાઝ, યશસ્વી અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે.
ચેન્નઈમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા ગૌતમ ગંભીરનું માનવું છે કે એક ટીમમાંથી માત્ર 11 ખેલાડીઓને જ રમવાની મંજૂરી છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓને તેમનું કૌશલ્ય દર્શાવવાની તક મેળવવા માટે વધુ રાહ જોવી પડી શકે છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ:
શુભમન ગિલ,રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે એલ રાહુલ, રિષભ પંત, રવિશ્ચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ…