જાડેજા અને અશ્વિન ની તોફાની બેટિંગ થી પહેલા દિવસે બનાવ્યો 339 રન નો સ્કોર..

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટનો પ્રથમ દિવસ સમાપ્ત થઈ ગયો છે. ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. અશ્વિન 102 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે જાડેજા 86 રન બનાવીને અણનમ રહ્યો હતો. 117 બોલનો સામનો કરીને તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. અશ્વિને 10 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ અડધી સદી ફટકારી હતી. આ રીતે પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો.

ટીમ ઈન્ડિયા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. આ દરમિયાન 96 રનના સ્કોર પર 4 વિકેટ પડી ગઈ હતી. આ સાથે જ 144 રનના સ્કોર પર છ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી જાડેજા અને અશ્વિને ચાર્જ સંભાળ્યો હતો. આ બંને વચ્ચે 195 રનની ભાગીદારી થઈ હતી. અશ્વિન અને જાડેજા પ્રથમ દિવસની રમતના અંત સુધી અણનમ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલે પણ અડધી સદી ફટકારી હતી.

અશ્વિને ટેસ્ટ સદી ફટકારી રચ્યો ઈતિહાસ

રવિચંદ્રન અશ્વિને ભારત માટે જોરદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં સદી ફટકારી. અશ્વિને શાનદાર ઇનિંગ રમી છે. તેણે રવિન્દ્ર જાડેજા સાથે 180થી વધુ રનની ભાગીદારી પણ પૂરી કરી છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ આ પછી જાડેજા અને અશ્વિને બેટિંગ સંભાળી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર પ્રથમ દાવમાં 300 રનને પાર કરી ગયો. અશ્વિનની ટેસ્ટ કરિયરની આ છઠ્ઠી સદી છે.

બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન અશ્વિન ભારત તરફથી આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જ્યારે જાડેજા સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. જોરદાર બેટિંગ કરતા અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. મહત્વની વાત એ છે કે તેના પિતા પણ આ મેચ જોવા ચેપોક સ્ટેડિયમ પહોંચ્યા છે. અશ્વિને 108 બોલનો સામનો કરીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 10 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. અશ્વિનની કારકિર્દીની આ છઠ્ઠી ટેસ્ટ સદી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *