1,1 રન મારીને ટોપના 4 બલ્લેબાજ થયા ઘર ભેગા બાંગ્લાદેશ ની ટીમ છે ફુલ ફોર્મ માં..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ ભારત માટે એકમાત્ર ટેસ્ટ રમનાર ઝડપી બોલર આકાશદીપને તક આપી છે. આકાશદીપે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ભારતને શરુઆતમાં ઝટકા વગતા દિગ્ગજ બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે જે રીતે પાકિસ્તાનની ટીમ પર હાવી રહી હતી તેવી જ સ્થિતિ ભારત સામે જોવા મળી રહી છે. કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પીચ પર ટકી શક્યા નથી. યશસ્વી જયસ્વાલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યા હતા. રોહિત શર્મા 18 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબરે આવેલ શુભમન ગિલ શૂન્ય રને આઉટ થયો હતો. આ પછી વિરાટની વિકેટ 6 રન પર ગઈ હતી. આમ 35 રનની અંદર ભારતે 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી છે.
રોહિતે ટોસ હાર્યા બાદ કહ્યું, “અમે પણ ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હોત.” પિચ થોડી નરમ છે. અમે સારી તૈયારી કરી છે, તેથી અમારે અમારી તાકાત પર વિશ્વાસ રાખવો જોઈએ અને અમે જે રીતે રમીએ છીએ તે રીતે રમવું જોઈએ.” ભારત અને બાંગ્લાદેશની ટીમો અત્યાર સુધી ટેસ્ટમાં 13 વખત આમને-સામને આવી ચુકી છે. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમ એક પણ વખત જીત નોંધાવી શકી નથી. આ સાથે જ ભારતે કુલ 11 મેચ જીતી છે. 2 મેચ ડ્રો રહી છે.
ભારતીય ટીમનો સ્કોર 35 રન પાર કરે ત્યાં સુધીમાં મહત્વની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં ટીમના 14ના સ્કોર પર રોહિત, પછી 7.3 ઓવર પર 28 રને શુભમન ગિલ અને 9.2 ઓવરમાં ટીમના 34 રનના સ્કોર પર વિરાટ કોહલી પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો.