ગૌતમ ગંભીરે કર્યું જાહેર આ બે ખેલાડીના પતા થશે સાફ તેની જગ્યાએ આ ખેલાડી ની થશે એન્ટ્રી..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેપોક, ચેન્નાઈમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 શું હશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, મેચ પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્લેઈંગ-11ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધી છે.
હાલમાં ભારતીય ટીમની કમાન ગૌતમ ગંભીરના હાથમાં સોંપવામાં આવી છે. ત્યારથી લોકો ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં કેટલાક ખેલાડીઓ ટીમમાં પરત ફરી રહ્યા છે જેના પગલે ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેપોક, ચેન્નાઈમાં છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 શું હશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જોકે, મેચ પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્લેઈંગ-11ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધી છે. મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે ટીમની રણનીતિ અનુભવ અને ફોર્મ પર નિર્ભર કરે છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઋષભ પંત અને કેએલ રાહુલને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવશે, જેઓ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યા છે.
કેએલ રાહુલને તક આપવામાં આવશે
તમને જણાવી દઈએ કે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાને આ વર્ષે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હોમ ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓએ ડેબ્યુ મેચમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારો અને અનુભવીઓને પ્રભાવિત કર્યા હતા. રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ પણ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયો હતો. જોકે, બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઋષભ પંતની પ્લેઈંગ ઈલેવનમાં વાપસીના કારણે તેને બહાર બેસવું પડશે. બીજી તરફ સરફરાઝ ખાને ડેબ્યુ મેચમાં જ શાનદાર બેટિંગ કરતા બે અડધી સદી ફટકારી હતી, દુલીપ ટ્રોફીમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ કેએલ રાહુલને તક આપવામાં આવશે તે ફાઈનલ છે.
ઘણા ખેલાડીઓના પત્તાં કપાશે
ઋષભ પંત અને કેએલ રાહુલને પ્લેઇંગ-11માં સામેલ કરવાની પુષ્ટિ કરતા ગંભીરે સ્પષ્ટ કર્યું કે બે ખેલાડીઓના પત્તાં કપાશે તે ફાઈનલ છે. તેમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલનો સમાવેશ થાય છે. પત્રકારો સાથે વાત કરતા ગંભીરે કહ્યું, અમે એવા ખેલાડીઓને જ પસંદ કરીએ છીએ જે પ્લેઇંગ-11માં ફિટ હોય. જુરેલ એક શાનદાર ખેલાડી છે. પરંતુ જ્યારે પંત આવે છે ત્યારે ક્યારેક લોકોને રાહ જોવી પડે છે. સરફરાઝનું પણ એવું જ છે. તેમને પણ તકો મળશે પરંતુ તમારે રાહ જોવી પડશે.