અશ્વિન પછી પંત અને ગીલ નો‌ વારો બંને એ‌ થય ને ટીમ નો‌ સ્કોર પહોંચાડી દીધો‌ પહાડ પર..

‌ ભારત અને બાંગ્લાદેશ ની મેચમાં ભારત બેટિંગ કરી રહી છે તેમાં શુભમન ગીલ 137 માં 86 રન અને રૂષભ પંત 108 માં 82 રનની એમ બંને 70 ઉપરની સ્ટ્રાઈક રેટ થી ધમાકેદાર બેટિંગ કરીને ભારતનો સ્કોર 400 પાર કરી દીધો છે..

ટીમ ઈન્ડિયા સામે ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. નઝમુલ હુસૈન શાંતોની કપ્તાનીમાં રહેલી બાંગ્લાદેશી ટીમ પ્રથમ દાવમાં 149 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી.

ભારત તરફથી જસપ્રિત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 376 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા હજુ પણ બાંગ્લાદેશ કરતા 227 રન આગળ છે.બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. તેણે 64 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા ફટકાર્યા.

લિટન દાસે 42 બોલમાં 22 રન બનાવ્યા હતા. જ્યારે મેહદી હસન મિરાજે અણનમ 27 રન બનાવ્યા હતા. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ખરાબ શરૂઆત બાદ ટીમ રિકવર કરી શકી નથી. ભારતીય બોલરોએ દબાણ ઓછું થવા દીધું ન હતું. આ રીતે આખી ટીમ 149 રનના સ્કોર પર સમેટાઈ ગઈ.

બુમરાહ-આકાશ દીપે તબાહી મચાવી દીધી બુમરાહે ઘાતક બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. તેણે 11 ઓવરમાં 50 રન આપ્યા હતા. આ દરમિયાન 1 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. જ્યારે આકાશ દીપે 5 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ બંનેએ બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી. આ પછી સિરાજ અને જાડેજાએ બાકીનું કામ પૂરું કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *