ટીમ ઇન્ડિયાના ટોપ બેટ્સમેન ફરી ફેલ જાડેજા અને અશ્વિન આજે મેદાનમાં ઉતરતા પહેલા કહ્યું આવું..
ટીમ ઇન્ડિયા એ બાંગ્લાદેશને 149 રનમાં ઓલ આઉટ કર્યું. અને પછી ટીમ ઇન્ડિયા ફરી મેદાનમાં ઉતરતા જ શુભમન ગીલ હજુ મેદાનમાં ટકેલો છે ત્યારે રોહિત શર્મા , જેસવાલ, અને વિરાટ કોહલી ફરી એકવાર થયા છે ફેલ અને ત્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન ફરી એકવાર મેદાનમાં ઉતરીને ટીમ ઇન્ડિયાને સારો સ્કોર કરવાની જવાબદારી લીધી છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દાવમાં 149 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી.
ટીમ ઈન્ડિયા સામે ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. નઝમુલ હુસૈન શાંતોની કપ્તાનીમાં રહેલી બાંગ્લાદેશી ટીમ પ્રથમ દાવમાં 149 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 376 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા હજુ પણ બાંગ્લાદેશ કરતા 227 રન આગળ છે.
બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. તેણે 64 બોલનો સામનો કર્યો અને 5 ચોગ્ગા ફટકાર્યા. લિટન દાસે 42 બોલમાં 22 રન બનાવ્યા હતા. જ્યારે મેહદી હસન મિરાજે અણનમ 27 રન બનાવ્યા હતા. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ખરાબ શરૂઆત બાદ ટીમ રિકવર કરી શકી નથી. ભારતીય બોલરોએ દબાણ ઓછું થવા દીધું ન હતું. આ રીતે આખી ટીમ 149 રનના સ્કોર પર સમેટાઈ ગઈ.
બુમરાહ-આકાશ દીપે તબાહી મચાવી દીધી
બુમરાહે ઘાતક બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. તેણે 11 ઓવરમાં 50 રન આપ્યા હતા. આ દરમિયાન 1 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. જ્યારે આકાશ દીપે 5 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ બંનેએ બાંગ્લાદેશની કમર તોડી નાખી હતી. આ પછી સિરાજ અને જાડેજાએ બાકીનું કામ પૂરું કર્યું.