શુભમન ગીલ અને ઋષભ પંત બંને એ શાનદાર સદી થી આપ્યો જવાબ હવે નક્કી આ ખેલાડી નુ પત્તુ કપાશે..
ભારત અને બાંગ્લાદેશ ની ચાલી રહેલી બીજી ઈનિંગ્સમાં ઋષભ પંત અને શુભમન ગીલ એ શાનદાર સદી ફટકારતાં જ હવે લગભગ ચેતેશ્વર પુજારા ને ટીમમાં સ્થાન મળવું મુશ્કેલ છે.
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને છે. 2 મેચોની ટેસ્ટ શ્રેણીની આ પહેલી મેચ છે, જેના દ્વારા ઋષભ પંત લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે.
ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારત અને બાંગ્લાદેશ આમને-સામને છે. 2 મેચોની ટેસ્ટ શ્રેણીની આ પહેલી મેચ છે, જેના દ્વારા ઋષભ પંત લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પંત 638 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો હતો. ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રિષભ પંત પોતાની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો પરંતુ તે કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. તે 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે, બીજી ઇનિંગમાં તેણે ધમાકેદાર સદી ફટકારી.
આ શાનદાર સદીની ઇનિંગ્સ દરમિયાન પંતે એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવનને પાછળ છોડી દીધો. શિખર ધવને 34 ટેસ્ટ મેચની 58 ઇનિંગ્સમાં 2315 રન બનાવ્યા હતા.
હવે પંતે ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારીને ટેસ્ટ રનના મામલે ધવનને પાછળ છોડી દીધો છે. પંતે શિખર ધવનની જેમ મેચોની સમાન ઈનિંગ્સમાં 2400થી વધુ રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 11 અડધી સદી સામેલ છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 32મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ ધવન 33મા સ્થાને સરકી ગયો છે.