સિંહ બુઢ્ઢો થાય પણ શિકાર કરવાનું ના ભૂલે તેવું જ કર્યું બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતના આ ખેલાડી એ..

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભારતની શાનદાર જીત થઈ હતી તે મેચમાં અશ્વિન ને 6 વિકેટ લઈને સદીમાં ફટકારી હતી અને ભારતને જીત અપાવી હતી અને અશ્વિન ની ઉંમર 38 વર્ષ છે છતાં આટલુ જોરદાર પર્ફોર્મન્સ બતાવ્યો હતું..

ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ 287 રન બનાવીને બીજી ઈનિંગ ડિકલેર કરી દીધી છે. ઋષભ પંત અને શુભમન ગીલે સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. આ પછી 287 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી દેવામાં આવી હતી. આ દરમિયાન શુભમન ગિલ અને રિષભ પંતે જોરદાર સદી ફટકારી હતી. ગિલ 119 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા કંઈ ખાસ કરી શક્યા નથી. હવે બાંગ્લાદેશે આકરા પડકારનો સામનો કરવો પડશે.

ગિલ અને પંતે ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી અને રોહિત બીજા દાવની શરૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રોહિત 5 રન બનાવીને આઉટ થયો હતો અને યશસ્વી 10 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ગિલ અને પંતે મામલાની જવાબદારી સંભાળી હતી. આ બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. ગિલે 176 બોલનો સામનો કર્યો અને અણનમ 119 રન બનાવ્યા. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *