92 વર્ષના ક્રિકેટ ના ઇતિહાસમાં‌ પહેલીવાર ભારતીય ટીમ એ આ સિદ્ધિ હાસલ કરી..

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે 22 સપ્ટેમ્બર 2024ના રોજ બાંગ્લાદેશ સામે રનોના હિસાબે સૌથી મોટી જીત તો મેળવી જ છે, પરંતુ તેની સાથે રોહિત શર્માની આગેવાનીમાં ટીમે એક ઇતિહાસ રચી દીધો છે. ટીમ ઇન્ડિયાએ પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં હારથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો છે.

ટીમ ઇન્ડિયાએ 580 મેચથી ચાલી આવતી પરંપરાને તોડી છે. ટેસ્ટ ક્રિકેટમાં હવે ટીમ ઇન્ડિયાએ જેટલી મેચ હારી છે તેના કરતા વધુ મેચમાં જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી મેચથી જ આ સિદ્ધિ મેળવી લીધી હતી.

ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં જીત/હારનો રેશિયો હવે 50 ટકાથી વધુ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે. ભારતે જ્યારે બાંગ્લાદેશને ચેન્નઈ ટેસ્ટ મેચમાં 280 રને હરાવ્યું તો આ ભારતની ટેસ્ટ ક્રિકેટમાં 179મી જીત હતી.

ભારત અત્યાર સુધીમાં 580 ટેસ્ટ મેચ રમ્યું છે તેમાંથી 178 મેચ હાર્યું છે અને 179 મેચમાં જીત મેળવી છે. 222 મેચ ડ્રો રહી છે. જ્યારે એક મેચ ટાઈ થઈ છે. 92 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ભારતે હારથી વધુ જીત મેળવી છે.

વેસ્ટઇન્ડીઝે 99 અને સાઉથ આફ્રિકાએ 340 ટેસ્ટ મેચ પછી પહેલીવાર જીતેલી મેચ કરતા હારેલી મેચની સંખ્યાને પાછળ છોડી હતી. એટલું જ નહીં, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમ હજી આ કામ કરી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *