BCCI એ બીજી ટેસ્ટ માટે જાહેર કરી પ્લેઈંગ 11 આ 2 ખેલાડી ને કરવામાં આવ્યા બહાર ..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરીઝની પ્રથમ મેચ જીતીને બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સીરીઝની પ્રથમ મેચ જીતીને બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ તરત જ BCCIએ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે.
પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન અને એકતરફી જીતને ધ્યાનમાં રાખીને BCCIએ બીજી ટેસ્ટ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં એક પણ ફેરફાર કર્યો નથી. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.
બીજી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિંદ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.