ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી મેચમાં તે મોટા ફેરફાર મેચ પછી ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ થઈ જશે ક્લિયર..
ચેન્નઈ ટેસ્ટ જીતીને ભારતીય ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે ટીમ ઇન્ડિયાનું ધ્યાન બીજી ટેસ્ટ પોતાના નામે કરી બાંગ્લાદેશને ક્લીન સ્વીપ આપવાનું છે. તો બીજી બાજુ મહેમાન ટીમ કાનપુરમાં વાપસી કરવા ઇચ્છશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાનાર છે. ચેન્નઈ ટેસ્ટ જીતીને ભારતીય ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે ટીમ ઇન્ડિયાનું ધ્યાન બીજી ટેસ્ટ પોતાના નામે કરી બાંગ્લાદેશને ક્લીન સ્વીપ આપવાનું છે. તો બીજી બાજુ મહેમાન ટીમ કાનપુરમાં વાપસી કરવા ઇચ્છશે. પરંતુ જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી તે મુશ્કેલ લાગી રહ્યું છે. બીજી ટેસ્ટ મેચમાં ઘણો ફેરફાર થશે.
બાંગ્લાદેશ સામે ભારતીય ટીમે ચેન્નઈ ટેસ્ટને 280 રનના મોટા અંતરે જીતી હતી. હવે બંને ટીમ કાનપુરમાં સામ સામે હશે. સિરીઝની બીજી મેચ મહત્વની રહેશે, બાંગ્લાદેશની ટીમે પાકિસ્તાનને તેના ઘર પર જ હરાવીને ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારત સામે હાર બાદ ટીમ વાપસી કરવા માંગશે. ચેન્નઈ અને કાનપુર ટેસ્ટમાં ઘણું અલગ થનાર છે. પીચનો મિજાજ જુદો હશે. જ્યારે પ્લેઇંગ ઇલેવન પણ પહેલી ટેસ્ટથી અલગ હોવાની અપેક્ષા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ પહેલી મેચ કરતા કઈ રીતે અલગ હશે તે સવાલ બધાના મનમાં હશે. આપને જણાવી દઈએ કે, આ મેચમાં શું ફેરફાર જોવા મળશે. સૌથી પહેલી વાત એ છે કે, ચેન્નઈ ટેસ્ટમાં પીચની માટી લાલ હતી જ્યારે કાનપુરમાં કાળી માટીનો ઉપયોગ થયો છે. માટી અલગ હોવાથી પીચનો મિજાજ પણ અલગ હશે. કાનપુરની પીચ સપાટ હશે અને તેમાં ઉછાળ ઓછો મળશે. જેમ જેમ રમત આગળ વધશે તેમ વિકેટ ધીમી થતી જશે.