ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ખુલ્લા સ્ટેડિયમમાં થઈ મારપીટ..

ભારત-બાંગ્લાદેશની વચ્ચે બીજી ટેસ્ટ કાનપુરમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ દરમિયાન બાંગ્લાદેશી ફેનની સાથે મારપીટની ઘટના સામે આવી છે. તે બાદ બાંગ્લાદેશી ચાહકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભારતીય ચાહક પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશી ફેન સાથે મારપીટની ઘટનાને અંજામ આપ્યો. સોશિયલ મીડિયા પર મારપીટમાં ઈજાગ્રસ્ત બાંગ્લાદેશી ચાહકની તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં સુધી બાંગ્લાદેશનો સ્કોર 3 વિકેટ પર 93 રન હતો. ભારતે ચેન્નઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનના મોટા અંતરથી હરાવ્યુ હતુ. આ રીતે ભારતીય ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે.

ઉલ્લેખનીય છેકે ભારત-બાંગ્લાદેશની વચ્ચે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચને લઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ વિરોધમાં જુલૂસ કાઢીને બાંગ્લાદેશનો ધ્વજ સળગાવી દીધો. વિરોધ પ્રદર્શન દરમિયાન વિહિપ કાર્યકર્તાઓની પોલીસ સાથે અથડામણ થઈ. પોલીસે લાઠીચાર્જ કર્યો તો કાર્યકર્તાઓએ જય શ્રીરામના સૂત્રોચ્ચાર કર્યાં. વિરોધમાં રસ્તા પર બેસીને હનુમાન ચાલીસા કરવા લાગ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *