IND vs BAN વચ્ચેની ટેસ્ટ મેચ આજે ત્રીજા દિવસે પણ બંધ મેચ ના રમાય તો શું થશે એ ટીમ ઇન્ડિયા નું?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટમાં વરસાદના લીધે શંકાના વાદળો ઘેરાયા છે. પહેલા દિવસે 35 ઓવર રમાયા બાદ બીજા દિવસ એક પણ બોલ નખાયો નહોતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝની અંતિમ અને બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ જો વરસાદના કારણે ધોવાઈ જાય તો ખેલાડીઓની સાથે દર્શકોને પણ ફટકો પડી શકે છે. કારણ કે આજે ટેસ્ટનો ત્રીજો દિવસ છે અને હજુ સુધી પહેલા જ દિવસે માત્ર 35 ઓવર સુધીની મેચ રમાઈ હતી. આ પછી બીજા દિવસે મેચ રમી શકાઈ નહોતી. હવે આજે ત્રીજા દિવસે પણ મેદાન ભીનું હોવાથી મેચના ભવિષ્ય પર શંકા ઘેરાઈ રહી છે..
મેચની મજા લેવા પહોંચેલા દર્શકોને બીજા દિવસે મેચ રદ્દ થવાના કારણે દર્શકોની મજા બગડી છે. ભારતે આ મેચમાં ટોસ જીતીને બાંગ્લાદેશને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં 35 ઓવરમાં બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. હવે આજે મેદાની સ્થિતિનું પરિક્ષણ કર્યા બાદ મેચ શરુ થઈ શકે છે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
દર્શકો વરસાદી માહોલના લીધે મેચ અટકી જવાથી નિરાશ છે તો બીજી તરફ આ પ્રકારના માહોલની અસર ખેલાડીઓ પર પણ પડી શકે છે. રોહિત અને કોહલી પહેલી ટેસ્ટમાં ફ્લોપ રહ્યા હતા અને તેમની પાસે આ ટેસ્ટમાં પ્રદર્શન સુધારવાનો મોકો હતો પરંતુ મેચ પર વરસાદનું સંકટ દૂર થઈ રહ્યું નથી.
બીજી તરફ કેએલ રાહુલ અને આકાશ દીપ જેવા ખેલાડીઓ કે જેમની આગામી મેચમાં પસંદગી થાય તે માટે પણ પ્રદર્શન દર્શાવવું જરુરી છે. જોકે, આકાશ દીપે પાછલી મેચમાં બે વિકેટ લીધી હતી અને આ મેચમાં ત્રણમાંથી બે વિકેટ તેના નામે છે.
કાનપુરથી ક્રિકેટ રસિયાઓ માટે સારી ખબર આવી રહ્યી છે. આકાશ ખુલ્લું છે અને પિચ પરથી કવર પણ હટાવી દેવામાં આવ્યા છે. અમ્પાયર પિચનું નિરીક્ષણ કર્યા બાદ કેપ્ટન સાથે વાત કરીને કોઈ નિર્ણય લઈ શકે છે.