જેસવાલ એ અંડરપ્રેશર મા ફટકારી શાનદાર ફિફટી અને સ્કોર ને પહોંચાડી દિધો આસમાને..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ભારતે 130 રન માત્ર 10 ઑવર મા જ પહોંચાડી દેવાયો છે અને તેમાં જેસવાલે માત્ર 51 બોલ મા જ 72 રન 141ની રફતાર થી બનાવ્યા હતા..
આ ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં સવારે 9.30 કલાકે શરૂ થશે. ભારતે રવિચંદ્રન અશ્વિનના ઓલરાઉન્ડર દેખાવ, શુભમન ગિલ અને ઋષભ પંતની સદી, રવિન્દ્ર જાડેજાની સારી બેટિંગની મદદથી ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી હતી.
ઘરઆંગણે 18મી શ્રેણી જીતવા પર નજર
બાંગ્લાદેશના ઝડપી બોલરોએ પ્રથમ દિવસે ભારત પર દબાણ બનાવ્યું હતું, પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ટીમે જે રીતે વાપસી કરી તે ટેસ્ટ ક્રિકેટમાં ખાસ કરીને ઘરેલું મેદાન પર તેનું પ્રભુત્વ દર્શાવે છે. ભારતની નજર હવે ઘરઆંગણે સતત 18મી શ્રેણી જીતવા પર છે.ભારતીય ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી રહ્યા છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત અને વિરાટ ફ્લોપ રહ્યા હતા. આ મેચમાં બાંગ્લાદેશના ઝડપી બોલર હસન મહમૂદ અને તસ્કીન અહેમદે બોલરો માટેની અનુકૂળ પીચ પર સારી બોલિંગ કરી હતી.જો ભારત તેની બેટિંગને મજબૂત કરવા માંગે છે તો અક્ષર પટેલને કુલદીપ કરતાં પ્રાથમિકતા મળી શકે છે. ગ્રીન પાર્ક ખાતે અગાઉ 2021માં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ભારત ત્રણ સ્પિનરો અશ્વિન, જાડેજા અને અક્ષર સાથે મેદાનમા ઉતર્યું હતું. ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી આ મેચ ડ્રો રહી હતી.