કેપ્ટન અને કોચ ના માસ્ટર માઈન્ડ થી ટીમ ઇન્ડિયા ને મળી ઐતિહાસિક જીત..

કાનપુર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતીય ટીમે બે દિવસમાં ટેસ્ટ મેચ જીતી લીધી હતી

કાનપુર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતીય ટીમે બે દિવસમાં ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવવામાં સફળતા મેળવી હતી. ભારતીય બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે કાનપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી, પરંતુ તે પછી ત્રીજા અને ચોથા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે ટેસ્ટ મેચ બોરિંગ બની જશે. પરંતુ રમત ચોથા અને પાંચમા દિવસે થઈ હતી.

ટેસ્ટમાં પણ ગૌતમ ગંભીરના યુગનો ‘આતિશી’ આરંભ, જોતુ રહી ગયુ વિશ્વ ક્રિકેટ – 
કૉચ ગંભીરના યુગમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતી હતી. ગંભીરના કૉચિંગ અને કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે માત્ર બે દિવસમાં ટેસ્ટ મેચ જીતીને ધૂમ મચાવી દીધી હતી. ભારતીય ટીમે માત્ર 6 સેશનમાં જ કાનપુર ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

રોહિત શર્માની કેપ્ટનશીપ રહી શાનદાર ટેસ્ટ મેચમાં પણ રોહિતની બાહોશ કેપ્ટનશીપ જોવા મળી હતી. રોહિતે બોલરોમાં ફેરફાર કરવામાં જે શાલીનતા બતાવી તે ચોક્કસપણે શાનદાર હતું. ફિલ્ડિંગ પોઝીશનમાં પણ રોહિતની કેપ્ટન્સી શાનદાર હતી. મોમિનુલ હકને જે રીતે આઉટ કરવામાં આવ્યો તે રોહિતની કેપ્ટનશિપની વ્યૂહરચનાનું અનોખું ઉદાહરણ હતું.

બેટ્સમેનોની ધમાલ બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો ત્યારે ભારતીય બેટ્સમેનોએ ક્રીઝ પર આવતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. યશસ્વી જાયસ્વાલ અને રોહિત શર્માએ તોફાની શૈલીમાં એકસાથે બેટિંગ કરીને ભારતના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ભારતે સૌથી ઝડપી 50, સૌથી ઝડપી 100, સૌથી ઝડપી 150, સૌથી ઝડપી 200 અને સૌથી ઝડપી 250 રન બનાવીને કમાલ કરી દીધો છે. ભારતના રોહિત શર્માએ 11 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી જ્યારે યશસ્વી જાયસ્વાલે 51 બોલમાં 72 રન બનાવ્યા હતા. આ સિવાય કોહલીએ 35 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *