આ ખેલાડી એ ઈરાની ટ્રોફીમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ હવે થશે ટીમ ઇન્ડિયા મા વાપસી..
હાલમાં ચાલી રહેલા ઈરાની કપ 2024માં મુંબઈના બેટર સરફરાઝ ખાને બેવડી સદી ફટકારી હતી. તે ઈરાની કપમાં મુંબઈ માટે બેવડી સદી ફટકારનાર પહેલો બેટર બની ગયો છે. આ સાથે જ તે ઈરાની કપમાં બેવડી સદી ફટકારનાર 11મો ખેલાડી બન્યો છે.
તાજેતરમાં બાંગ્લાદેશ સામે સમાપ્ત થયેલી ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલની વાપસીને કારણે સરફરાઝ ખાનને પ્લેઈંગ-11માં રમવાની તક મળી ન હતી. સરફરાઝે ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝ પહેલા બેવડી સદી ફટકારીને ટીમમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે. આ બેવડી સદી સાથે સરફરાઝ ખાને અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે રમતા સરફરાઝ ખાને પહેલી ઇનિંગમાં 253 બોલમાં બેવડી સદી ફટકારી હતી. જેમાં 23 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેણે 200થી વધારેનો સ્કોર કર્યો છે. ઈરાની કપના ઈતિહાસમાં સરફરાઝ બેવડી સદી ફટકારનાર મુંબઈ ટીમનો પહેલો બેટર બન્યો છે.
આ પહેલા મુંબઈનો કોઈ પણ બેટર આ સિદ્ધિ મેળવી શક્યો નથી.સરફરાઝ ખાન પહેલા ઈરાની કપમાં વસીમ જાફર, યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી સહિત 10 બેટરે બેવડી સદી ફટકારી હતી. હવે આ હરોળમાં સરફરાઝ 11મો ખેલાડી બની ગયો છે. ઈરાની કપમાં સૌથી મોટી ઈનિંગ વસીમ જાફર્વ રમી છે. યશસ્વી જયસ્વાલનું નામ પણ આ યાદીમાં સામેલ છે. મુરલી વિજય બીજા નંબર પર છે.