IND vs BAN t20 મેચમાં ડેબ્યુ કરનાર બોલરે પહેલી જ ઓવર નાખી મેડન અને લીધી આટલી વિકેટ..

આજ શરૂ થનાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી મેચમાં ભારત તરફથી પૂરી યુવા ટીમ ને મોકો આપવામાં આવ્યો છે તેમાં સૌથી ફાસ્ટ બોલર અને ભારત માટે ડેબ્યુ કરનાર મયંક યાદવ એ પહેલી જ ઓવર મેડન ફેંકી અને બીજી ઓવરમાં જ વિકેટ ઝડપી પાડી છે..

આ પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ-11 પર પણ નજર રહેશે. મયંક યાદવ, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા આ મેચ દ્વારા ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી શકે છે. મયંકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 દરમિયાન સતત 150 KMPH ની ઝડપે બોલિંગ કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું, જો કે, ઈજાના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી અધવચ્ચે જ ખસી જવું પડ્યું હતું.

બીજી તરફ ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ પણ આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પ્રભાવિત કર્યો હતો. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ પણ IPL 2024માં પ્રભુત્વ જમાવ્યું હતું. કોઈપણ રીતે, શિવમ દુબેના એક્ઝિટને કારણે, નીતીશનો પ્લેઈંગ-11 માટેનો દાવો ઘણો મજબૂત બન્યો છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.

પ્રથમ T20માં ભારતના સંભવિત પ્લેઈંગ-11: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.

પ્રથમ T20માં બાંગ્લાદેશના સંભવિત પ્લેઈંગ-11: લિટન દાસ (વિકેટકીપર), તનજીદ હસન તમીમ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન હસન અહેમદ, તસ્કીન અહેમદ. સાકિબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *