ind VS ban મેચ‌‌ મા આ‌ ગુજરાતી ખેલાડી નો સ્વેગ જ‌ અલગ‌ છે સિકસ ફટકારી અપાવી શાનદાર જીત..

હાર્દિક પંડ્યાનો સ્વેગ ફરી એકવાર બાંગ્લાદેશ સામેની પહેલી ટી20માં જોવા મળ્યો છે. હાર્દિકે કોન્ફિડન્સ સાથે 11.3 ઓવરમાં મારેલા શોટ બાદ બોલ તરફ નજર પણ નહોતી કરી. જેમાં કિપરની ઉપરથી બોલ પસાર થઈને બાઉન્ડ્રીની બહાર પહોંચી ગયો હતો.

હાર્દિક પંડ્યા એક એવો ખેલાડી છે કે જે ગમે તેટલું પ્રેશર હોય પરંતુ પોતાના અંદાજમાં જ મેદાન પર જોવા મળતો હોય છે. જે રીતે મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કે ફિલ્ડિંગ દરમિયાન શાંત રહીને પોતાના પર કાબુ રાખે છે તેવું જ કંઈક હાર્દિક પંડ્યામાં પણ ઘણી વખત જોવા મળ્યું છે. ખાસ કરીને હાર્દિક પંડ્યાના મેદાન પર કપરી પરિસ્થિતિમાં પણ જે એક્સપ્રેશન હોય છે તે ટીમના કેપ્ટનને રાહત આપનારા હોય છે. આવું જ બાંગ્લાદેશ સામે ગ્વાલિયરમાં રમાયેલી પહેલી ટી20માં જોવા મળ્યું હતં.

ભારતે બાંગ્લાદેશ સામેની ગ્વાલિયર ટી20 એકદમ આસાનીથી જીતી લીધી હતી. બાંગ્લાદેશે 19.5 ઓવર રમીને 127 પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે બાદ ભારતીય ટીમે શરુઆતથી જ સટાસટી બોલાવીને માત્ર 11.5 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ સૌથી શાનદાર 39 રનનું યોગદાન આપ્યું હતું. આ 39 રનમાં હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો.

હાર્દિક પંડ્યા બેટિંગ દરમિયાન એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો, જાણે વિશાળ ટાર્ગેટનો પીછો કરવાનો હોય તે રીતે તેણે ધબાધબી બોલાવી હતી. જેમાં 12મી ઓવરના ત્રીજા બોલે બેક ઓફ લેન્થ પર શોર્ટ મારીને બોલ તરફ જોયું પણ નહોતું અને તેની નજર બોલર તરફ જ હતી. આ શોર્ટ પર હાર્દિક પંડ્યાનો સ્વેગ જોવા મળ્યો હતો.

પાંચમા નંબરે બેટિંગ કરવા માટે આવેલા હાર્દિક પંડ્યાએ જાણે ડ્રેસિંગ રૂમમાંથી જ સેટ થઈને આવ્યો હોય તેવી બેટિંગ કરી હતી. અભિષેક શર્મા (16), સૂર્યકુમાર યાદવ (29) અને સંજુ સેમસન (29)ની વિકેટ પડ્યા બાદ હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યો હતો. હાર્દિકે 243.75ની સ્ટ્રાઈક સાથે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *