કેપ્ટન એ બનાવ્યા માત્ર 29 રન અને એટીટ્યુડ તો જુઓ તેણે કહ્યું બીજી મેચમાં કરીશ આવું કે જોઈને ચોકી જશો..
ટીમ ઇન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની પહેલી T20 મેચમાં 14 બોલમાં 29 રનની ઈનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી. આ સાથે તેણે અજાયબી કરી દીધી, તેણે બે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે
ભારતે પહેલી T20 મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી દીધું. આ મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ આ સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક અલગ જ ફોર્મમાં દેખાઈ રહ્યા છે. ODI અને ટેસ્ટ ક્રિકેટમાં ભલે તેને વધારે સફળતા ન મળી હોય, પરંતુ તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો બાદશાહ છે અને હાલમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન પણ છે. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 29 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે બે ખાસ ઉપલબ્ધિઓ પોતાના નામે કરી લીધી છે.
ત્રણ દિગ્ગજોને છોડી દીધા પાછળસૂર્યકુમાર યાદવે જોસ બટલરનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયા છે. ભારતીય કેપ્ટને બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં 3 સિક્સર ફટકારી. સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં 69 ઇનિંગ્સમાં 2461 રન બનાવ્યા છે. એની સાથે જ તેણે ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને ટી20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં તે 15મા સ્થાને પહોંચી ગયા છે. તેણે ત્રણ બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. તેણે પાકિસ્તાનના શોએબ મલિક, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર અને ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનને પાછળ છોડી દીધા છે.
બની ગયા આ ખાસ લિસ્ટનો ભાગઆ સાથે જ તે T20માં સૌથી વધુ સિક્સર મારનાર ચોથો ખેલાડી બની ગયો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માના નામે સૌથી વધુ સિક્સર છે. સિક્સર કિંગ રોહિત શર્માએ 159 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 205 સિક્સર ફટકારી છે. આ લિસ્ટમાં બીજું નામ ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલનું છે. તેણે 122 મેચમાં 173 સિક્સર ફટકારી છે. જયારે નિકોલસ પુરને 98 મેચમાં 144 સિક્સર ફટકારી છે. ત્યારે બાંગ્લાદેશ સામેની પહેલી T20માં ભારતીય કેપ્ટને 14 બોલમાં 29 રનની ઇનિંગ દરમિયાન 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે સૂર્યકુમાર યાદવ T20માં સૌથી વધુ સિક્સર મારનાર ચોથો ખેલાડી બની ગયો છે. સૂર્યકુમાર યાદવ 73 મેચમાં 139 છગ્ગા ફટકારીને લિસ્ટમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર 124 મેચમાં 137 સિક્સર ફટકારીને ચોથાથી પાંચમા સ્થાને આવી ગયો છે.
સુર્યકુમારના ફોર્મને જોતા એવું લાગે છે કે નિકોલસ પૂરન જલ્દી જ પાછળ રહી જશે. સૂર્યકુમાર યાદવનું મજબૂત ફોર્મ ચાલુ છે અને તે હાલમાં T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં બીજા નંબરના બેટ્સમેન છે. જો તે આ સીરીઝની બાકીની બે મેચોમાં આ પ્રકારનું પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો તે ફરી એકવાર આ ફોર્મેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન બની જશે.