બીજી ટી 20 માં ટીમમાં થશે મોટો ફેરફાર ટોચ પહેલા જ જાણી લો કેવી રહેશે પ્લેઇંગ 11
પ્રથમ મેચમાં ભારતીય ટીમને જીત મળી પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણા નવા ખેલાડીઓને સ્થાન આપવું જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં બીજી મેચમાં હર્ષિત રાણાને સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત રવિ બિશ્નોઇને પણ સામેલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર અને મયંક યાદવ ને બહાર રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય ઘણા બદલાવો પણ થઈ શકે છે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે તેના જ ઘરઆંગણે 3 મેચની T20 શ્રેણી રમી રહી છે. તેની બીજી મેચ આજે (9 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.
બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશને માત્ર 11.5 ઓવરમાં 7 વિકેટે પરાજય મળ્યો હતો. મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા 127 રન જ કરી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે 71 બોલમાં મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.