ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટમાં ગુજરાતી ખેલાડી નો‌‌ છે જલવો ICC લેટેસ્ટ રેન્કિંગમાં છે ટોપ પર..

તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત ત્રણ ગુજરાતી ખેલાડીનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ ત્રણ ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ છે.

બાંગ્લાદેશ સામે રમાયેલી પહેલી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ચાર રેન્કની છલાંગ લગાવી છે. હવે હાર્દિકની નજર વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બનવા પર રહેશે. જો બાંગ્લાદેશ સામે T20 સીરિઝની આગામી બે મેચોમાં હાર્દિકનું પ્રદર્શન શાનદાર રહેશે તો તે T20 ક્રિકેટ માટે ICC ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પહેલું સ્થાને મેળવી શકે છે. તે 216 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી હયો છે. અત્યારે ઇંગ્લેન્ડનો ખેલાડી લીયામ લિવિંગસ્ટન પહેલા સ્થાન પર છે. આ સિવાય બીજા સ્થાન પર નેપાળનો દીપેન્દ્ર સિંહ છે. જયારે હાર્દિક પછી ઓસ્ટ્રેલિયાનો ખેલાડી માર્કસ સ્ટોયનિસ ચોથા ક્રમે છે.

બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સીરિઝમાં જાડેજાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. હાલમાં જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરના રેન્કિંગમાં પહેલું સ્થાન ધરાવે છે. આ સિવાય આર. અશ્વિન 358 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે

પોતાના ધારદાર યોર્કર માટે જાણીતા જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં કમાલની બોલિંગ કરી હતી. તેનો ફાયદો બુમરાહને ICC ટેસ્ટ બોલરની રેન્કિંગ થયો છે. હાલમાં બુમરાહ 870 રેન્કિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ બોલર રેન્કિંગમાં પહેલા સ્થાને છે. 

યશસ્વી જયસ્વાલે પણ પોતાની રેન્કિંગમાં 2 સ્થાનનો સુધારો કરીને ICC ટેસ્ટ બોલરની રેન્કિંગમાં બીજુ સ્થાન મેળવ્યું હતું. હાલમાં જયસ્વાલ 729 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *