Wtc ની સેમી ફાઇનલ સમાન‌‌ મેચ ins Vs aus ની‌ મેચ‌ માંથી રોહિત શર્મા ટીમ માંથી થશે બહાર..

ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. કેપ્ટન રોહિત શર્મા આ સીરિઝની પ્રથમ મેચમાં નહી રમે તેવી સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર, રોહિત અંગત કારણોસર પ્રથમ મેચમાંથી હટી શકે છે. પરંતુ આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. તે પારિવારિક કારણોસર પ્રથમ મેચ છોડવાનો નિર્ણય લઈ શકે છે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ પર્થમાં રમશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના એક રિપોર્ટ અનુસાર, રોહિત પ્રથમ ટેસ્ટમાંથી હટી શકે છે. આ અંગે એક મહત્વની માહિતી સામે આવી છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. તે સંજોગો પર નિર્ભર રહેશે. જો કે રોહિતે આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી છે. તે એક કે બે ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. જો બધું બરાબર રહેશે તો રોહિત ઓસ્ટ્રેલિયા સામે તમામ મેચ રમશે.

ઓસ્ટ્રેલિયા પહેલા ભારત ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમશે

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 22 નવેમ્બરથી 3 જાન્યુઆરી સુધી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. પરંતુ તે પહેલા તે ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. ત્રીજી ટેસ્ટ 1લી નવેમ્બરથી મુંબઈમાં યોજાશે.

કેએલ રાહુલને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે મળી શકે છે તક

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ જ પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો રાહુલ ન્યૂઝીલેન્ડ સામે રમે છે અને સારું પ્રદર્શન કરે છે તો તે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે. રાહુલ એક અનુભવી ખેલાડી છે અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિતની ગેરહાજરીમાં તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ટીમ ઈન્ડિયા અભિમન્યુ ઇશ્વરનના નામ પર પણ વિચાર કરી શકે છે. તે ફોર્મમાં છે અને તેણે ઘણી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ વિશે સંપૂર્ણ સ્પષ્ટતા નથી. એવું માનવામાં આવે છે કે રોહિતે બીસીસીઆઈને કહ્યું છે કે એવી સંભાવના છે કે તે વ્યક્તિગત કારણોસર પાંચ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાંથી કોઈ એક માટે ઉપલબ્ધ રહેશે નહીં. જો તે કારણ સીરિઝની શરૂઆત પહેલા ઉકેલાઈ જાય તો રોહિત પાંચેય ટેસ્ટ મેચ રમી શકે છે. આગામી દિવસોમાં આ અંગે વધુ માહિતી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *