ન્યૂઝીલેન્ડ સામે ઇન્ડિયાના થયા બુરા હાલ પડી ગય આટલી વિકેટો..
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતની શરૂઆત ખરાબ રહી છે. પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે 17 ઓક્ટોબરે ટેસ્ટની પહેલી મેચ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો સાથે ઉતરી છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. શુભમન ગિલને બ્રેક આપવામાં આવ્યો છે. જ્યારે સરફરાઝ ખાનને તક આપવામાં આવી છે. જ્યારે આકાશ દીપની જગ્યાએ કુલદીપ યાદવે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જો મેચની વાત કરીએ તો ભારતની શરૂઆત ખરાબ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને બેટિંગ માટે ઓપનિંગ જોડીમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મેદાન પર ઉતર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદીએ પહેલી ઓવરમાં પહેલી ઓવર મેડન નાખી હતી અને જયસ્વાલે 6 બોલ રમ્યા પણ એક પણ રન બનાવી શક્યો ન હતો.
જે બાદ ક્રિઝ પર કોહલીએ મોરચો સંભાળ્યો અને તે 8 ઓવર સુધીમાં 9 બોલ રમીને પણ કોહલી વિલિયમ ઓર્કેના બોલ પર ગ્લેન ફિલિપ્સના હાથે 0 પર કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ સરફરાઝ ક્રિઝ પર આવ્યો હતો અને તે પણ 3 બોલ રમીને પણ 0 પર આઉટ થયો હતો. આમ ભારત 10 ઓવરના અંતે 3 વિકેટના નુકસાન સાથે માત્ર 10 રન જ બનાવી શકી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટમાં ફરી એકવાર વરસાદ વિલન બન્યો છે, અગાઉ આગાહીમાં ચાલુ મેચમાં વરસાદ થવાની સંભાવનાઓ હતી તેવું જ થયું છે. પહેલો દિવસ વરસાદના કારણે સંપૂર્ણ ધોવાઈ ગયા બાદ આજે બીજા દિવસે મેચ શરુ થયા બાદ 15 ઓવર ફેંકાય તે પહેલા જ વરસાદે વિઘ્ન ઉભું કર્યું છે. અમ્પાયર ફરી એકવાર મેદાનની તપાસ કરવા માટે પહોંચ્યા છે અને થોડીવારમાં મેચ શરુ થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.